Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

બેરોજગારીનો દર વધી ૭.૪ ટકા સુધી પહોંચ્યો

છેલ્લા ૧૫ મહિનામાં ઉંચો દર

નવીદિલ્હી, તા. ૮ : ભારતમાં બેરોજગારીનો દર ડિસેમ્બર ૨૦૧૮માં ૭.૪ ટકા થઇ ગયો હતો. જે છેલ્લા ૧૫ મહિનામાં જોવામાં આવેલો સૌથી ઉંચો બેરોજગારીનો દર છે. નવેમ્બર મહિનામાં બેરોજગારીનો દોર ૬.૬ ટકા નોંધાયો હતો જેની સામે હવે વધીને ૭.૪ ટકા થયો છે. ૭.૪ ટકા સુધી બેરોજગારીનો દર વધતા સાબિત થાય છે કે, નવેમ્બર મહિનામાં જોવામાં આવેલા બેરોજગારીના રેટ કરતા વધારો થયો છે. આગામી દિવસોમાં બેરોજગારીનો મુદ્દો સરકારને મુશ્કેલીમાં મુકી શકે છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે બેરોજગારીને લઇને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ભારે હોબાળો મચાવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ મુદ્દે સરકારને વહેલીતકે નિર્ણય લેવા પડશે.

(7:35 pm IST)