Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ચીન ખાતેના ભારતના રાજદૂત તરીકે શ્રી વિક્રમ મિશ્રીએ ચાર્જ સંભાળ્યો : નવે.2018 માં નિવૃત થયેલા પૂર્વ રાજદૂત શ્રી ગૌતમ બામ્બાવાલેનું સ્થાન સંભાળ્યું

બેજિંગઃ : ચીન ખાતેના નવનિયુક્ત ભારતીય રાજદૂત તરીકે 54 વર્ષીય  શ્રી વિક્રમ મિશ્રીએ ગઈકાલ સોમવારે ચાર્જ સાંભળી લીધો છે.તેમણે નવે.2018 માં નિવૃત થયેલા પૂર્વ રાજદૂત શ્રી ગૌતમ બામ્બાવાલેનું સ્થાન સંભાળી લીધું છે.તેઓ 1989 ની સાલથી ઇન્ડિયન ફોરેન સર્વિસમાં ઓફિસર તરીકે સેવાઓ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ભારત તથા ચીન વચ્ચે અનેક બાબતે સહકાર સાધવામાં આવી રહ્યો છે.તે સંજોગોમાં બંને દેશ વચ્ચેના સબંધો દ્રઢ બનાવવામાં તેમણે મહત્વનું યોગદાન આપવાનું રહેશે

(6:38 pm IST)