Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ભારતનો સૌથી જૂનો પેન્ડિંગ કેસ ૨૧૮ વર્ષ પહેલાં નોંધાયેલો

નવી દિલ્હી, તા.૮: નેશનલ જુડિશર્નલ ડેટા ગ્રિડના કહેવા મુજબ કલકત્તા હાઇ કોર્ટનો કેસ-નંબર સંભવતઃ દેશનો સૌથી જુનો પેન્ડિંગ કેસ છે. ૨૧૮ વર્ષ જૂનો આ કેસ ૧૮૦૦ની સાલમાં રજીસ્ટર થયો હતો. આ કેસની છેલ્લી સુનાવણી ૨૦૧૮ની ૨૦ નવેમ્બરે થઇ હતી. નવાઇની વાત એ છે કે આ કેસ કલકત્તા હોઇકોર્ટ કરતાંય વધુ જૂનો છે. કલકત્તાની હાઇકોર્ટ દેશની સૌપ્રથમ હાઇકોર્ટ હતી જેની સ્થાપના ૧૮૬૨માં થઇ હતી. એ વખતે ફોર્ટ વિલિયમમાં આવેલી કોર્ટને હાઇકોર્ટ કહેવામાં આવતી હતી. હાલના સમયમાં કલકત્તા હાઇકોર્ટ સૌથી વધુ પેન્ડિંગ છે. એમાંથી ૯,૯૭૯ કેસ એવા છે જે ૩૦ વર્ષથીયે વધુ જૂના છે. દેશની ૨૪ હાઇકોર્ટમાં ૪૯ લાખ જેટલા કેસ પેન્ડિંગ પડયા છે. એમાંથી દસ લાખ કેસ દસથી ત્રીસ સાલ જેટલા જૂના છે.(૨૩.૧૨)

 

 

(4:05 pm IST)