Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સવર્ણ અનામત બિલ લોકસભામાં રજ

કેન્દ્રીય મંત્રી ગહલોતે રજુ કર્યું સંશોધન વિધેયક :કોંગ્રેસ - સપા - બસપા - આપ દ્વારા બિલને સમર્થન

નવી દિલ્હી તા. ૮ : લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સામાન્ય પછાત વર્ગને નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવાના પ્રસ્તાવ પર મોહર લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણયને ચૂંટણી પહેલાનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે.

આ નિર્ણય હેઠળ સરકારી નોકરી અને શિક્ષણમાં સવર્ણોને આર્થિક આધારે ૧૦ ટકા અનામત આપવામાં આવશે. કેબિનેટની મોહર લાગ્યા બાદ આજે સંવિધાન સંશોધન બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.ઙ્ગકેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતે આ બિલ ગૃહમાં રજૂ કર્યું છે. આ બિલને બસપા, કોંગ્રેસ, આપ અને એનસીપીએ સમર્થન આપવાની વાત કરી છે. જયારે ડીએમકેએ તેનો વિરોધ કર્યો છે. નોંધનીય છે કે, લોકસભામાં આજે શિયાળુ સત્રનો છેલ્લો દિવસઙ્ગછે.

કેન્દ્રિય મંત્રી થાવરચંદ્ર ગેહલોતે સંશોધન બિલને રજૂ કર્યું, બપોરે બે વાગ્યા બાદ આ બિલ પર સદનમાં ચર્ચા થશે. તમને જણાવી દઇએ કે, ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ સાંસદોને સદનમાં ઉપસ્થિત રહેવા માટે એક વ્હિપ જાહેર કર્યું હતું, જયારે કોંગ્રેસે પહેલા પોતાના સાંસદો માટે સોમવારે અને મંગળવારે ઉપસ્થિત રહેવા માટે વ્હિપ જાહેર કર્યું હતું.

સંસદનું શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે સરકાર સામે આ બિલને રજૂ કરવાનું અને પાસ કરાવવાનું એક મોટો પડકાર છે. હવે વિપક્ષ પણ ખૂબ આક્રમક મૂડમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી સરકાર આ બિલને પાસ કરાવવા માટે સત્ર આગળ વધારવાનું પણ વિચારી શકે છે.(૨૧.૨૮)

(3:56 pm IST)