Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

આ મંદિરમાં ૧૦૦૮ કિલો સૂકાં મરચાંથી થયો હવન

બેગ્લોર, તા.૮ કર્ણાટકના દાવણગર જિલ્લામાં આવેલા તીક્ષ્ણ પ્રત્યંગીરા દેવી મંદિરમાં શનિવારે અમાવસ્યા નિમતિ હવન કરવામાં આવ્યો હતો. આ હવનમાં સેંકડો શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા. આ હવનમાં દેવી માને ખુશ કરવા માટે ૧૦૦૭ કિલો સૂકાં લાલ મરચાં અને ઉપરાંત શાકભાજી, નારિયેળ અને અન્ય મીઠાઇઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મંદિરના ગુરૂ અઘોર કિશોર ગણપતિ રાટનું કહેવું હતું કે આ હવન સિનેમા અને વેપારીઓનો બિઝનેસ વધારશે અને લોકોની આવરદા વધારશે. નગરપાલિકા પાસે આ હવન માટેની પરવાનગી માગવામાં આવી ત્યારે તેમને ડર હતો કે મરચાંવાળો હવન થશે તો હવામાં ખૂબ ઝેરીલો ધુમાડો થશે અને હાજર લોકોને ખાંસીની અને આંખો બળવાની તકલીફ થશે. જોકે ખરેખર હવન થયો ત્યારે આવું કંઇ જ ન થયું. આયોજકોએ હવનની સામગ્રીને બદલે ૧૦૦૮ કિલો સૂકાં લાલ મરચાં, ૧૦૦૮ નારિયેળ, સફરજન, મોરંબી, દાડમ, મીઠાઇ અને ૧૦૦૮ કિલો શાકભાજી વાપર્યા હતા.

(3:38 pm IST)