Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

આસામમાં નાગરિકતા સંશોધન વિધેયકના વિરોધમાં આસામ બંધ : જબરો વિરોધ-પ્રદર્શન

દેખાવકારોએ વિધેયકની નકલ સળગાવી :ઠેર ઠેર ટ્રાફિકજામ--ચક્કાજામ કરાયો

આસામમાં નાગરિકતા સંશોધન વિધેયક –2016ના વિરોધમાં ઓલ આસામ સ્ટૂડન્ટ યૂનિયન સહીત ત્રીસ સંગઠનો દ્વારા આસામ બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેની અસર આસામના તમામ વિસ્તારોમાં સવારથી જ દેખાઈ છે

 . આસામના ઘણાં વિસ્તારોમાં લોકોએ પોતાની દુકાનો બંધ રાખી છે. સડકો પર વિરોધ પ્રદર્શનને કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ પેદા થઈ છે. શહેરો અને ગામડાઓમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા દેખાવકારોએ નાગરિકા સંશોધન વિધેયક-2016ની નકલોને પણ સળગાવી છેઅને ચક્કાજામ કરાયો છે 

(1:40 pm IST)