Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

વિશ્વ બેંકના અધ્યક્ષ જિમ યોંગ કિમે કરી રાજીનામાંની જાહેરાત

તેઓ એક ખાનગી ઇન્ફાસ્ટ્રકચર રોકાણ કંપનીમાં જોડાઈ શકે છે

વિશ્વ બેંકના અધ્યક્ષ જિમ યોંગ કિમેં પોતાના પદ પરથી રાજીનામાંની જાહેરાત કરી છે રાજીનામાં આપ્યા પછી તેઓ એક ખાનગી ઇન્ફાસ્ટ્રકચર રોકાણ કંપનીમાં જોડાઈ શકે છે.

  ન્યુઝ એજન્સી સીએનએનના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૨માં તેમણે રાજીનામાંની જાહેરાત આપતા કહ્યું હતું કે તેઓ વર્ષ ૨૦૨૧માં પોતાનો કાર્યકાળ પૂરો થશે તે પહેલા જ પદ છોડી દેશે.

  કિમે લેખિત નિવેદનમાં કહ્યું છે કે એક જોરદાર સંસ્થાનનું અધ્યક્ષ બનવું એ મારા માટે સમ્માનની વાત છે.

  આ સંસ્થાન સાથે જોડાયેલા લોકો ગરીબી નિવારણના મિશન પ્રત્યે સમર્પિત છે.વધુમાં તેમણે કહ્યું કે વિશ્વ બેંક સમૂહનું કામ હવે વધારે મહત્વપૂર્ણ થઇ ગયું છે કારણ કે જળવાયુ પરિવર્તન, બીમારીઓ, ભૂખમરો અને શરણાર્થીના પ્રશ્નો જેવી સમસ્યા જટિલ બની ગઈ છે

(1:06 pm IST)