Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

એનડીએને વધુ એક ઝટકો :આસામ ગણ પરિષદે ટેકો પાછો ખેંચ્યો

સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ મુદ્દે સમર્થન પાછું ખેચી લીધું;રાજનાથસિંહ સાથેની બેઠક બાદ નિર્ણંય

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણી પહેલા એનડીએને વધુ એક ઝટકો લાગ્યો છે પૂર્વોત્તરના રાજ્ય આસમમાં વર્તમાન શાસક પક્ષ ભાજપમાંથી અસોમ ગણ પરિષદ (એજીપી)એ પોતાનો ટેકો પરત ખેંચી લીધો છે.

ગણ પરિષદ દ્વારા સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ મુદ્દે સરકારને આપેલું પોતાનું સમર્થન પાછું ખેચી લીધું છે. એજીપી ડેલિગેશનની કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સાથેની બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ દરમિયાન આસામના નાણા પ્રધાન અને ભાજપના નેતા હિમાન્તા બિસવા શર્માએ જણાવ્યું, "જો આ બિલ પસાર નહીં થાય તો આગામી પાંચ વર્ષમાં આસામમાં હિંદુઓ લઘુમતીમાં આવી જશે".

 બીજી બાજુ એજીપી પ્રમુખ અને પ્રધાન અતુલ બોરાએ જણાવ્યું હતું કે, "અમે છેલ્લો પ્રયાસ કર્યો હતો કે કેન્દ્ર સરકાર આ બિલ પસાર ન કરે પણ રાજનાથ સિંહે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે સરકાર સુનિશ્ચિત કરશે કે આ બિલ લોકસભામાં પસાર થઇ જાય".

 આ ઉપરાંત એજીપી નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન પ્રફુલ્લકુમાર મહંતાએ કહ્યું હતું કે, "જો સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૬ લોકસભામાં પસાર થશે તો પક્ષ સરકારને આપેલો ટેકો પરત ખેંચી લેશે". આ સાથે જ હવે એજીપી દ્વારા પોતાના નિર્ણય પર અડગ રહેતા પોતાનું સમર્થન પાછું ખેચ્યું છે.

(12:40 pm IST)