Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

મુંબઈમાં બેસ્ટના 30 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં ઉતર્યા: હજારો મુસાફરોને હાલાકી

બેસ્ટના બજેટને બીએમસીમાં સમાવવા અને બે વર્ષથી પેન્ડિંગ સેલરી એગ્રીમેન્ટ લાગુ કરવા મુખ્ય માંગ

મુંબઇમાં બેસ્ટના 30 હજારથી વધુ કર્મચારીઓ ગત રાતથી હડતાળ પર ઉતર્યા છે બેસ્ટ તંત્ર દ્વારા હડતાળને રોકવા માટે બેસ્ટના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી.જેમાં બેસ્ટના કર્મચારીઓની સાથે સંગઠન પણ સામેલ થયા. પરંતુ બેઠક પડી ભાંગતા કર્મચારી સંગઠનોએ હડતાળ પાડી હતી

 આ હડતાળમાં બેસ્ટના 95 ટકા કર્મચારીઓ જોડાયા છે. કર્મચારીઓની મુખ્ય માંગણી બેસ્ટના  બજેટને બીએમસી બજેટમાં ભેળવવાની સાથે સાથે ગત બે વર્ષથી પેન્ડિંગ સેલેરી એગ્રીમેન્ટ તાત્કાલીક કરવાની છે.

(12:17 pm IST)