Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

આજે લોકસભામાં મોદી સરકારની પરીક્ષા

સવર્ણ આનમત બિલ પસાર કરાવવા યોજનાઃ ભાજપ-કોંગ્રેસે જારી કાર્યા વહીય

નવીદિલ્હી, તા.૮: સંસદના શિયાળું સત્રના છેલ્લા દિવસે મોદી સરકારની પરીક્ષાનો સમય છે. જો કે, લોકસભાની ચૂંટણીઓ પહેલા એક મોટું કદમ ઉઠાવતા કેન્દ્રિય કેબિનેટે આર્થિક રૂપથી પછાત ગરીબ લોકો માટે નોકરીઓ અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવાના પ્રસ્તાવને સોમવારે મંજૂરી આપી દીધી છે. તેને સંબંધિત બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરશે. એવામાં તેને પાસ કરાવવું સરકારની પ્રાથમિકતામાં હશે.

સત્ત્।ાધારી બીજેપી અને વિપક્ષ કોંગ્રેસે પોતાના સાસદોને મંગળવારે સદનમાં ઉપસ્થિત રહેવા માટે એક વ્હિપ જાહેર કર્યું છે. તેની સાથે રાજયસભાના શિયાળું સત્રના એક દિવસ માટે વધારી દેવામાં આવ્યો છે. જો કે, સંસદના શિયાળું સત્ર મંગળવાર સુધી જ છે. એવામાં સોમવારે મોડી સાંજે રાજયસભાનું સત્ર બુધવાર સુધી વધારી દેવાની જાહેરાત કરી છે.

સૂત્રોએ જણાવ્યું કે, આર્થિક રૂપથી પછાત વર્ગો માટે નોકરીઓ અને શિક્ષણમાં ૧૦ ટકા આરક્ષણ આપવાના પ્રસ્તાવિત બિલ રજૂ કરવા માટે રાજયસભાની કાર્યવાહીમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. સૂત્રોના મતે, કેન્દ્રિય મંત્રી થાવર ચંદ્ર ગેહલોત મંગળવારે લોકસભામાં આ બિલ રજૂ કરશે.

કોંગ્રેસ અને અમુક અન્ય પાર્ટીઓ આર્થિક રૂપથી પછાત વર્ગો માટે આરક્ષણ સંબંધી બિલને સમર્થન કરવાની વાત કહી ચૂકયા છે, એવામાં આ બિલ નીચલા સદન લોકસભામાં સરળતાથી પાસ થાય તેની સંભાવના છે અને ત્યારબાદ આગામી દિવસ બુધવારે આ બિલ રાજયસભામાં લાવવામાં આવશે.

કોંગ્રેસે કહ્યું કે, તે ગરીબ પછાત લોકોને ૧૦ ટકા અનામત આપવા માટે સંસદમાં સમર્થન કરશે. પાર્ટીના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, તેમની પાર્ટી નોકરીમાં આરક્ષણના પક્ષમાં છે, પરંતુ સવાલ એ ઉઠે છે કે યુવાઓને કયારે નોકરીઓ મળશે.(૨૨.૬)

(11:32 am IST)