Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઓપરેશન પહેલા ૧ મહિને કરાવેલ ટેસ્ટ અને MRIનો ખર્ચો ભોગવશે વીમા કંપની

નવી દિલ્હી તા. ૮ : સતત ભાગ દોડભરી આ જિંદગીમાં કાલે શું થશે તે કંઈ કહી શકાય તેમ નથી. આથી આવનારા ભવિષ્યને સુરક્ષીત રાખવા વીમો ખરીદવામાં આવે છે એવુ કોણ હોય જેને પોતાના પરિવારનું ટેન્શન ન હોય. આવા સમયે આવનારા ભવિષ્યને સુરક્ષીત કરવા મેડિકલ વીમો ખુબજ જરૂરી છે.

આ વીમો એટલે પણ જરૂરી છે કે જો કોઈ ઈમરજન્સી આવી પડે તો તેમાંથી સરળતાથી પાર ઉતરી શકાય આપણે જોયુ છે કે કેટલીક વખત એવી બીમારીઓ અણધારી આવી પડે છે જેનો ખર્ચ ઉઠાવતા ઉઠાવતા પાછળ રહેલ પરિવારના સભ્યોની હાલત કફોડી થઈ જાય છે આવા સમયે જોસ પેલો વીમો ખરીદેલો હોય તો આવી કુદરતી સંકટોની ઘડીઓમાંથી પસાર થઈ શકાય છે અને ભવિષ્યને સુરક્ષીત કરી શકાય છે.

જો તમે સર્જરી પહેલા અલગ અલગ ટેસ્ટ કરાવો અને તેને તમારા ખિસ્સામાંથી ચુકવી રહ્યા છો તો આ ખર્ચ હવે તમારો તમારી મેડિકલ પોલીસી હશે તો કંપની ઉઠાવશે. આ નિર્ણય મહારાષ્ટ્ર સરકારે કન્ઝયુમર ફોરમને આપ્યો. કન્ઝયુમર ફોરમમાં આદેશ આપવામાં આવેલ છે કે સર્જરીની તારીખના એક મહીના પહેલા કરવામાં આવેલ તમામ ટેસ્ટ અને MRIની ચુકવણી પણ ઈશ્યોરન્સ કંપનીને ચુકવવાની રહેશે.

ઉપભોકતા ફોરમમાં આદેશમાં કહેવામાં આવ્યુ છે કે ડોકટર સાથે પરામર્શ કર્યા પછી ફી અને ટેસ્ટને રિફંડ એ કહીને ઈનકાર નહી કરવામાં આવે કે આ પહેલાનો ખર્ચ છે અથવાતો આ ચુકવણી કંપની નહી પણ ગ્રાહકે ઉઠાવવાની રહેશે.

આમ આ એક નિર્ણયથી રાહતના સમાચાર છે કયારેક કોઈને કોઈ ગંભીર બીમારી થઈ જાય અને તેના માટે મેડિકલ સારવાર કરાવવી પડે તો હવે કોઈ સામે હાથ લંબાવવાની જરૂર જ નહી રહે. કે ખચકાટ નહી રહે કે પૈસા કયાથી આવશે અથવાતો મેડિકલ વીમા કંપની ચુકવશે.(૨૧.૧૫)

(11:30 am IST)