Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઇન્કમ ટેકસ ઓફિસર વીણી-વીણીને વસૂલશે ટેકસ : હોશિયારી બતાવશો તો થશે FIR

ટારગેટ પુરા કરવા આડે હવે માત્ર ૩ મહિના જ બાકી

નવી દિલ્હી તા. ૮ : કેન્દ્રીય પ્રત્યક્ષ ટેકસ બોર્ડ (સીબીડીટી)એ ઈન્કમ ટેકસ વિભાગના અધિકારીઓને ટેકસ સંગ્રહની ગતિ વધારા માટે 'પ્રયત્નો તેજ' કરવા અને વીણી-વીણીને ટેકસ સર્વેક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત એજન્સીએ પોતાના અધિકારીઓને ટેકસ ચોરીની ચાલ ચાલનાર વિરૂદ્ઘ કોર્ટમાં કેસ દાખલ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્વાએ ઈન્કમ ટેકસ વિભાગના બધા પ્રધાન મુખ્ય કમિશનરોને પત્ર લખીને ટેકસ વસૂલી માટે દરેક સંભવ પ્રયત્ન કરવા માટે કહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં હવે ત્રણ મહિના બાકી રહ્યા છે.

બોર્ડના પ્રમુખે પોતાના પત્રમાં કહ્યું કે નિયમિત આકલનના આધારે ટેકસ (નોટીસના આધાર બાકી અને વર્તમાન માંગ)ની વસૂલીમાં વૃદ્ઘિ ફકત ૧.૧ ટકા છે. ગત વર્ષની માફક વસુલાતનો વૃદ્ઘિ દર આ દરમિયાન ૧૫.૬ ટકા હતો. ચંદ્વાએ કહ્યું કે ડિસેમ્બરના અંતમાં ટેકસ વસૂલીનો વૃદ્ઘિ દર ૧૩.૬ ટકા રહ્યો છે જયારે ટાર્ગેટ ૧૪.૭ ટકા છે. તેમણે લખ્યું કે કુલ વસુલાતની વૃદ્ઘિની સ્થિતિ ૧૪.૧ ટકાની સાથે થોડી સારી છે. પરંતુ આ બજેટમાં ૧૧,૫૦,૦૦૦ કરોડ રૂપિયાની વસૂલીના લક્ષ્યનએ પ્રાપ્ત કરવાની દ્વષ્ટિથી હજુ પણ ઓછી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય આકલનમાં મોટાભાગના ક્ષેત્રોમાં ટેકસ વસૂલી ઘટી છે. આ ગંભીર ચિંતાનો વિષય છે અને વસૂલી ઝડપી કરવા માટે હવે વધારે પ્રયત્નોની જરૂર છે. 'સીબીડીટી ઈન્કમ ટેકસ વિભાગ માટે નીતિ બનાવે છે અને તેના કાર્યોની નજર રાખે છે. ચંદ્રાએ કહ્યું કે ડાયરેકટ ટેકસ વસુલીના ટાર્ગેટ પ્રાપ્ત કરવા માટે કેટલીક રણનીતિની ભલામણ છે અને તેને લાગૂ કરવા માટે કહ્યું છે.' (૨૧.૫)

(10:22 am IST)