Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

પશ્ચિમ બંગાળના IAS ઓફિસરનો પોલીસ સ્ટેશનમાં યુવકને ધોલાઈ કરતો વીડિયો વાયરલ : ગંદી ગાળો પણ બોલ્યા

 

પશ્ચિમ બંગાળના એક IAS અધિકારીનો પોલીસ સ્ટેશનની અંદર એક યુવકને ખરાબ રીતે માર મારી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, IAS અધિકારી હાલમાં પશ્ચિમ બંગાળના અલીપુર જિલ્લામાં DM છે અને તેમનું નામ નિખિલ નિર્મલ છે.

  વીડિયોમાં તેઓ યુવકને માર મારવાની સાથે ગંદી ગાળો બોલતા પણ જોઈ શકાય છે

   અંગે મળતી માહિતી મુજબ, જે યુવકની તેઓ ધોલાઈ કરી રહ્યા છે, તેણે તેમની પત્નીના ફેસબુક પર મેસેજ મોકલ્યો હતો. જે બાદ નિર્મલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદને આધારે પોલીસે યુવકની અટકાયત કરી હતી. જે બાદ DM નિર્મલ ખુદ પોલીસ મથકે પહોંચીને યુવકની ધોલાઈ કરવા લાગ્યા.

વાયરલ વીડિયોમાં યુવક વારંવાર માફી માંગતો જોવા મળી રહ્યો છે. પરંતુ પોલીસ અધિકારીઓની હાજરીમાં DM યુવકને મારતા નજરે ચઢી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ નિર્મલની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેની સાથે વાતચીત થઈ શકી નહોતી. જાણકારી અનુસાર યુવાન હજી પણ પોલીસની કસ્ટડી છે.

(8:35 am IST)