Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

બ્રેકઝીટની અસરઃ યુ.કે.ની યુનિવર્સિટીઓ નાણાંભીડ દૂર કરવા વિદેશી વિદ્યાર્થીઓને વધુ પ્રાધાન્ય આપશેઃ ઊંચી ફી ચૂકવવા તૈયાર થઇ જતા ચીન તથા ભારતના સ્ટુડન્ટસ માટે લાલ જાજમ પાથરવાની તૈયારી

લંડનઃ યુ.કે.માં બ્રેકસિટની અસરના કારણે સ્થાનિક યુનિવર્સિટીઓએ નાણાંની તંગી દૂર કરવા માટે વિદેશથી ઉચ્ચ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને વધુ પ્રાધાન્ય આપવું પડશે. કારણ કે આ વિદેશી સ્ટુડન્ટસ ઊંચી ફી ચૂકવી અભ્યાસ માટે આવવા તૈયાર થતા હોય છે. આ સ્ટુડન્ટસમાં ચીન તથા ભારતના સ્ટુડન્ટસની સંખ્યા વધુ હોય છે. તેથી તેઓ માટે યુ.કે.ની યુનિવર્સિટીઓ હવે લાલ જાજમ પાથરે તો નવાઇ નહીં ગણાય તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:43 pm IST)