Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

મોટા સ્વપ્ન સાથે પરણીને અમેરિકા ગયેલી ગુજરાતની યુવતીને દારૂ પીવા તથા નોનવેજ ખાવા દબાણ : પરત પિયર મૂકી ગયેલા NRI પતિ તથા સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત : અમેરિકામા સાસરું મળવાથી હરખાયેલી ગુજરાતના મોટા વરાછામાં રહેતી યુવતીના લગ્ન 2015 ની સાલમાં  થયા હતા. બાદમાં 2016 ની સાલમાં તેનો પતિ હર્ષદ તેને અમેરિકા લઇ ગયો હતો.જ્યાં તેઓ વર્જિનિયામાં રહે છે.પરંતુ એકાદ બે વર્ષમાં યુવતી ઉપર ડ્રિક પીવા તથા નોનવેજ ખાવાનું દબાણ થવા લગતા તેણે બાબતનો ઇન્કાર કર્યો હતો.તેથી તેને અંધારામાં રાખી ઇન્ડિયા જવું છે.અને ઘરના લોકોને સરપ્રાઈઝ આપવી હોવાથી જાણ કરવી નથી તેવું કહીને 2018 ની સાલમાં તેનો પતિ તેને વતનમાં તેના માતાપિતા પાસે મૂકી ગયો હતો.તથા પરત જતો રહેતા તે છૂટાછેડા આપવા માંગે છે.તેવું જાણવા મળતા પરણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:21 pm IST)