Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

અમેરિકાના ન્યુજસીમાં સૌપ્રથમ એશિઅન અમેરિકન મહિલા મેયરનો વિક્રમ સુશ્રી સદાફ જાફરના ફાળેઃ આ પાકિસ્તાની અમેરિકન મહિલાને મોન્ટગોમેરી મેયર તરીકે એટર્ની જનરલ શ્રી ગુરવીર ગ્રેવાલએ શપથ લેવડાવ્યા

ન્યુજર્સીઃ અમેરિકાના ન્યુજર્સીમાં સૌપ્રથમ સાઉથ એશિઅન અમેરિકન મહિલા મેયરનો વિક્રમ સુશ્રી સદાફ જાફરના નામે નોંધાયો છે. સાથોસાથ સૌપ્રથમ પાકિસ્તાની અમેરિકન મહિલા મેયર તરીકેનો વિક્રમ પણ સર્જાયો છે સુશ્રી જાફરને ૩ જાન્યુ.૨૦૧૯ના રોજ ન્યુજર્સી એટર્ની જનરલ ઇન્ડિયન અમેરિકન શ્રી ગુરવીર ગ્રેવાલએ મોન્ટગોમેરી મેયર તરીકે સોગંદ લેવડાવ્યા હતા.

મોન્ટગોમેરી ટાઉનશીપમાં કમિટીમાં કમિટી મેમ્બર તથા મેયર સહિત કુલ પાંચ સભ્યો છે. આ પાંચ કમિટી મેમ્બર્સએ મેયર તરીકે સુશ્રી સદાફ જાફરને ચૂંટી કાઢયા હતા.

મેયર બનેલા સુશ્રી જાફરએ જણાવ્યું હતું કે તેઓ તમામ કોમ્યુનીટીને સાથે રાખી કામ કરશે. તથા વિવિધતામાં એકતા લાવવાનો પ્રયાસ કરશે તેઓ ગયા વર્ષે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર તરીકે કમિટી મેમ્બરના પદ ઉપર ચૂંટાઇ આવ્યા હતા. તેઓ સોશીઅલ જસ્ટીસ, હયુમન રાઇટસ તથા કલચરલ  એજ્યુકેશન ક્ષેત્રે કાર્યરત છે તેમમે જયોર્જ ટાઉન યુનિવર્સિટીમાંથી બેચલર તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી Ph.D ડીગ્રી મેળવેલી છે.

(7:48 pm IST)