Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

અમેરિકાના હ્યુસ્ટનમાં રેસ્ટોરન્ટ વ્યવસાય સાથે જોડાયેલા NRI શ્રી રમણભાઈ દાસનો વતનપ્રેમ : ડાંગ જિલ્લામાં છેવાડાના વિસ્તારોમાં આવેલા 30 ગામો દત્તક લીધા : NRI મિત્રોના સહકારથી પાંચ વર્ષ સુધી દર વર્ષે 35 લાખ રૂપિયા આપશે : આદિવાસી પ્રજાજનોને પગભર કરવા સિલાઈકામ,જૈવિક ખેતી,કોમ્પ્યુટર શિક્ષણ સહિતના પ્રોજેક્ટ હાથ ધરાશે

હ્યુસ્ટન : છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાના હ્યુસ્ટનમાં સ્થાયી થયેલા કામરેજ તાલુકાના દેરોદ ગામના વતની  તથા  રેસ્ટોરન્ટ વ્યવસાય સાથે જોડાયેલા NRI શ્રી રમણભાઈ દાસએ  વતનપ્રેમ દાખવતું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.જે મુજબ તેઓએ  પોતાના NRI મિત્રોના સહકાર સાથે  ડાંગ જિલ્લામાં છેવાડાના વિસ્તારોમાં આવેલા 30 ગામો દત્તક લીધા છે. જેમાં પાંચ વર્ષ સુધી દર વર્ષે 35 લાખ રૂપિયા આપશે જે રકમ કુલ 1.75 કરોડ રૂપિયા થશે જેનાથી  આદિવાસી પ્રજાજનોને પગભર કરવા સિલાઈકામ,જૈવિક ખેતી,કોમ્પ્યુટર શિક્ષણ સહિતના પ્રોજેક્ટ હાથ ધરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:42 pm IST)