Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઉત્તરપ્રદેશમાં કાયદો વ્યવસ્થા અત્યંત ખરાબ : રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ ગુનેગારોને મળે છે સંરક્ષણ:રામગોપાલ યાદવ

સપા નેતાએ કહ્યું ઉન્નાવની ઘટનાનાં આરોપીઓ સામે પણ એવી જ કાર્યવાહી થવી જોઇએ જેવી હૈદરાબાદમાં થઇ છે.

નવી દિલ્હી : ઉન્નાવ ગેંગરેપ પિડિતાનાં મોત બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ છે,ઉન્નાવ દુષ્કર્મ પિડિતાનાં મોત બાદ વિપક્ષ યોગી સરકાર પર આકરા શાબ્દિક હુમલા કરી રહ્યો છે.

આ કરૂણ ઘટના અંગે સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રિય મહાસચિવ રામગોપાલ યાદવે ભાજપા સરકારને નિશાન બનાવીને કહ્યું કે ઉત્તર પ્રદેશની કાયદોવ્યવસ્થા ખુબ જ ખરાબ થઇ છે.અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઇએ.

ફિરોઝાબાદમાં શનિવારે એક કાર્યક્રમમાં આવેલા સપા નેતા રામગોપાલ યાદવએ મિડિયા સાથે વાત કરતા કહ્યું કે કલમ 356 આ માટે જ બનાવવામાં આવી છે.જો બંધારણ અનુસાર કોઇ સરકાર ચાલતી નથી તો તેને બરખાસ્ત કરવા રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઇએ.ઉત્તરપ્રદેશની હાલત અત્યંત ખરાબ છે.અહીં બંધારણ પ્રમાણે શાસન ચાલતું નથી.

ઉન્નાવ ઘટના પહેલા કોઇ કાર્યવાહી નથી થઇ.મેં સંસદમાં આ વિષય પર કહ્યું કે દુષ્કર્મ પિડિતા 90 ટકા સળગી ચુકી છે.તેનું જીવતા રહેવું મુશ્કેલ છે,ગુનેગારોને રાજકીય સંરક્ષણ મળી રહ્યું છે.ઉન્નાવની ઘટનાનાં આરોપીઓ પર પણ એવી જ કાર્યવાહી થવી જોઇએ જેવી હૈદરાબાદમાં થઇ છે.

(9:10 pm IST)