Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીવાર થશે વધારો: ઓપેકના સભ્ય દેશોનો કાચા તેલના ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય

રોજના ઉત્પાદનમાં 5 લાખ બેરલની વધારાની કમી કરવા માટે સહમતિ

નવી દિલ્હી : આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થશે  તેલ ઉત્પાદકોના પ્લેટફોર્મ ઓપેકનાં (OPEC)સદસ્ય દેશોએ કાચા તેલનાં ઉત્પાદનોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાની શકયતા છે .

   OPECના સદસ્ય દેશો અને રશિયા જેવાં અન્ય મિત્ર ઉત્પાદક દેશોની વચ્ચે કાચા તેલનું રોજના ઉત્પાદનમાં 5 લાખ બેરલની વધારાની કમી કરવા માટે સહમતિ બની છે. આ સમજૂતી નવા વર્ષે એટલેકે, 1 જાન્યુઆરીથી લાગૂ થશે.

  અહેવાલ મુજબ ઉત્પાદક દેશોનું માનવું છેકે, હાલનાં સમયમાં વૈશ્વિક બજારમાં કાચા તેલની સપ્લાઈ જરૂર કરતાં વધારે છે.જેને કારણે કિંમતોમાં ઘટાડો થવાનું જોખમ છે. આ પહેલાં આ દેશો વચ્ચે ઉત્પાદનને ઓક્ટોબર 2018ના સ્તરથી 12 લાખ બેરલ ઘટાડો કરવાની સમજૂતી થઈ છે. જૂલાઈમાં આ સમજૂતીને આગામી સમય માટે પ્રભાવી કરી દેવામાં આવ્યો છે. ઘટાડો માર્ચ 2020 સુધી બનાવી રાખવા માટે નિર્ણય લીધો હતો.

(8:07 pm IST)