Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

જીએસટીમાં ફેરફાર કરાશે...

કેટલીક વસ્તુઓને ઉંચા સ્લેબમાં લઇ જવાશે

નવીદિલ્હી, તા. ૭ : જીએસટીને અમલી કર્યાને અઢી વર્ષનો ગાળો પૂર્ણ થઇ રહ્યો છે. બીજી બાજુ હવે જીએસટી કાઉન્સિલે ટેક્સ માળખાથી લઇને ટેક્સ રેટ સુધી કેટલાક ફેરફારો પહેલાથી જ કર્યા છે. જીએસટી કાઉન્સિલ દ્વારા હવે ધરખમ ફેરફાર કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. ટેક્સ રેટથી લઇને સ્લેબ સુધી જીએસટીમાં મોટા ફેરફાર કરવામાં આવનાર છે. કેટલીક એવી વસ્તુઓ છે જેને ઉંચા સ્લેબમાં લઇ જવામાં આવશે. કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને જીએસટી હેટળ આવરી લેવામાં આવનાર છે. ધરખમ ફેરફાર નીચે મુજબ થનાર છે.

કેટલીક વસ્તુઓને ઉંચા સ્લેબમાં લઇ જવાશે

પાંચ ટકામાં બ્રાન્ડેડ સિરિયલ્સ, ફ્લોર, પનીર, ઇકોનોમી ક્લાસ વિમાની પ્રવાસ, ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ એસી ટ્રેન પ્રવાસ, પામોલીન ઓઇલ, ઓલિવ ઓઇલ, પીઝા બ્રેડ, કોકા પાસ્તા, ડ્રાય ફ્રુટ્સ, સિલ્ક, નાઇન્સ ફેબ્રિક્સ અને પુરુષોના શૂટ માટે ઉપયોગ કરવામાં આવતી ચીજવસ્તુઓ, ક્રૂઝ યાત્રા, બોટ યાત્રા, ટુર સર્વિસ, આઉટ ડોર કેટરિંગ અને રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે.

૧૨ ટકા સ્લેબમાં વસ્તુઓ

મોબાઇલ ફોન, બિઝનેસ ક્લાસ વિમાની યાત્રા, સરકારી લોટરી, કિંમતી પેઇન્ટિંગ, હોટલ રુમ જેના ખર્ચ એક દિવસમાં ૫૦૦૦થી ૭૫૦૦ રૂપિયા રહે છે

જીએસટી હેઠળ આવરી લેનાર વસ્તુઓ

જીએસટીમાં ધરખમ ફેરફાર માટેની તૈયારી ચાલી રહી છે જેના ભાગરુપે ટેક્સ રેટથી લઇને સ્લેબ સુધીમાં મોટાફેરફાર કરવામાં આવનાર છે. આનાભાગરુપે ઘણી એવી વસ્તુઓ છ ેજેને જીએસટી હેઠળ આવરી લેવામાં આવનવાર છે જેમાં કિંમતી પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોગ્ય સંભાળ, દિવસમાં એક હજાર રૂપિયાથી નીચે હોટલ આવાસ, એનબ્રાન્ડેડ પનીર, રો સિલ્ક અને કંપનીઓ દ્વારા ભાડાપટ્ટે હાઈવેલ્યુ આવાસનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓને જીએસટી હેઠળ આવરી લેવાની હિલચાલ ચાલી રહી છે.

(7:54 pm IST)