Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

મેયો કોલેજ અજમેરના જાણીતા શુટર પદ્મનાભસિંહ રાણાનું 'રાણી જયસિંઘ ટ્રોફી'થી સતત બીજા વર્ષે સન્માન

રાજકોટઃ મેયો કોલેજ અજમેરના જાણીતા નેશનલ-ઇન્ટરનેશનલ કક્ષાના શુટર પદ્યનાભસિંહ અર્જુનસિંહ રાણાને યુથ કેટેગરીમાં બેસ્ટ શુટર માટેનો એવોર્ડ સતત બીજા વર્ષે આપવામાં આવ્યો હતો. મેયો કોલેજ તરફથી નેશનલ સ્કુલ ગેઇમ્સ અને એસજીએફઆઇમાં તેઓએ ભાગ લઇ ઇન્ડીયન ટીમની ટ્રાયલ્સ માટે પણ પસંદગી પામ્યા હતા. પદ્યનાભસિંહ રાણા ગુજરાતની સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અર્જુનસિંહ રાણાના હોનહાર પુત્ર છે. તેમને આ એવોર્ડ પંજાબના ગર્વનર શ્રી વી.પી.સિંઘ (બાડનોર) દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેયો કોલેજના પ્રેસીડેન્ટ જનરલ કાઉન્સીલ શ્રી મહારાવ બ્રિજરાજસિંહજી ઓફ કોટા, પ્રિન્સીપલ ડાયરેકટર લેફટનેન્ટ જનરલ સુરેન્દ્ર કુલકર્ણી, મહારાજા ઓફ જોધપુર શ્રી ગજસિંહજી અને ૪૦૦૦ વાલીઓ અને વિદ્યાર્થીઓની હાજરીમાં એનાયત કરવામાં આવ્યો ત્યારની તસ્વીર.

(4:04 pm IST)