Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઘરેલું હિંસાઃ પુરૂષો સાથે ભેદભાવ અંગે હાઇકોર્ટે ચિંતા દર્શાવી

કોઇ મહિલા દ્વારા ફરિયાદ પરપુરૂષને તુરત કેમ દોષિત માની લેવાય છે? : હાઇકોર્ટે નીચલી અદાલતોના વલણ અંગે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી,તા.૭: ચંદીગઢ પંજાબ તેમજ હરિયાણા હાઇકોર્ટે ઘરેલુ હિંસા કાયદામાં પુરૂષોની સાથે ભેદભાવ પર ચિંતા વ્યકત કરીને સવાલ ઉઠાવ્યા છે કે કોઇ મહિલા દ્વારા ફરિયાદ કરવા પર પુરૂષને તાત્કાલીક કેમ દોષિત માનવામાં આવે છે. હાઇકોર્ટે કહ્યું કે ફરિયાદ મળતા જ ટ્રાયલ કોર્ટે પણ આરોપીને ગુનેગાર સમજવા લાગે છે. શરૂઆતી દોરમાં જ ધરપકડ માટે વોરંટ પણ ઇશ્યુ કરી દેવામાં આવે છે. આ સ્થિતિ યોગ્ય નથી. જસ્ટિસ ફતેહદીપ સિંહની પીઠે આ વાત પર જોર આપ્યું કે જજને આવા મામલામાં તે પ્રયત્ન કરવા જોઇએ કે કોઇ પણ પ્રકારનો વિવાદ નિપટાવી શકાય અને પ્રતિવાદીને પણ ન્યાય મળી શકે પીઠે આદેશ પ્રત્યે હરિયાણા, પંજાબ અને ચંદીગઢના દરેક ન્યાયિક અધિકારીઓને પણ સોંપવાનો આદેશ આવ્યો છે જેનાથી વિચારણા કોર્ટના નિર્ણય દરમ્યાન આ બિંદુને ધ્યાનમાં રાખે ઘરેલુ હિંસા કાયદાને પુરૂષોની સાથે ભેદભાવ વાળા ગણાવીને પીઠે સમાનતાના અધિકારની જોગવાઇઓને લાગુ કરવાની સલાહ રાજ્ય સરકારને આપી છે.

પીઠે કહ્યું કે મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદા રહેલા છે પરંતુ એ પણ જોવું જોઇએ કે એક જ સમસ્યા માટે અનેક વિકલ્પ આપવા કયાં સુધી યોગ્ય છે? મહિલાઓ અને પુરૂષોને સમાન અધિકાર આપવાનો સંકલ્પ ૧૯૮૧માં આ આશયની સાથે લેવામાં આવ્યા હતા કે દરેમ રાજ્યએ દિશામાં કાર્ય કરે પરંતુ એવું થઇ શકયું નહિં.

જસ્ટિસ ફતેહદીપ સિંહની પીઠે કહ્યું કે હરિયાણામાં ૨૧ પ્રોટેકશન અધિકારી છે. પરંતુમાં એક પણ પુરૂષ નથી આ જ રીત પંજાબમાં ૧૫૪ પ્રોટેકશન અધિકારી છે. જેમાં ૩૦ પુરૂષ અને બીજી અન્ય ૧૨૪ મહિલાઓ છે. ચંદીગઢમાં ફકત પાંચ પ્રોટેકશન અધિકારી છે. પીઠે કહ્યું કે ઘરેલુ હિંસા કાયદા હેઠળ મદદ માટે એક તો અધિકારીની સંખ્યા ઓછી છે. પણ તેમને વધુ કાર્યભાર આપવામાં આવ્યો છે.

(11:53 am IST)