Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરના મહાભિયોગને સુશ્રી પ્રમિલા જયપાલનું સમર્થનઃ હોદાનો દુરપયોગ કરવા વિરૂદ્ધ અવાજ ઉઠાવવો જરૂરી હોવાનું મંતવ્ય

વોશિંગ્ટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરના મહાભિયોગને ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વૂમન સુશ્રી પ્રમીલા જયપાલએ સમર્થન કર્યુ છે.

સુશ્રી જયપાલએ જણાવ્યું હતું કે ટ્રમ્પએ પ્રેસિડન્ટ પદના હોદાનો દુરપયોગ કર્યો છે જો તેમની વિરૂદ્ધ અવાજ ઉઠાવવામાં નહીં આવે તો  પ્રજામા ખોટો સંદેશ જશે. તથા  ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થશે જે લોકતંત્ર માટે ખતરનાક પુરવાર થશે.         

(10:03 pm IST)