Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

હરિભકતો અને સ્વયંસેવકો દ્વારા ઝંડીઓ ફરકાવી સ્વામીજી - મુખ્યમંત્રીનું સ્વાગત

 રાજકોટ : પ.પૂ. પ્રમુખસ્વામીના ૯૮માં જન્મજયંતિ મહોત્સવના પ્રારંભ પ્રસંગે પૂ. મહંત સ્વામી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આગમન થયું ત્યારે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા હરિભકતો અને સ્વયંસેવકો દ્વારા ઝંડીઓ ફરકાવી. સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, ડો. વલ્લભભાઇ કથીરીયા, શ્રી રાજુભાઇ ધ્રુવ, શ્રી રામાણી, શ્રી ભીખાભાઇ વસોયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મિરાણી તેમજ પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, મ્યુ. કમિશ્નર શ્રી બંછાનિધી પાની સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

 

(12:00 am IST)
  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST

  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST