Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ગરીબ મુસ્લિમોને અનામત આપો : માયાવતી

સરકાર મુસલમાનો માટે અલગથી અનામતની વ્યવસ્થા બનાવે : આર્થિક ધોરણે આપે અનામત

નવી દિલ્હી તા. ૭ : લોકસભામે સોમવારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સંસોધન બિલ, ૨૦૧૮ પસાર થયા બાદ ઉત્તર પ્રદેશની ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રિય અધ્યક્ષ માયાવતીએ તેનું સ્વાગત કર્યું છે. બિલ પાસ થયા બાદ માયાવતીએ આ બિલને રાજયસભામાં પણ પાસ થવાની આશા વ્યકત કરી છે. તે દરમિયાન માયાવતીએ દેશમાં ગરીબ મુસ્લિમો માટે અલગથી અનામતની વ્યવસ્થા લાગુ કરવાની માંગણી પણ કરી છે.

માયાવતી કહ્યું હતું કે, બહુજન સમાજ પાર્ટી લોકસભામાં આ બિલ પાસ થયા બાદ તમામ સભ્યોનો આભાર વ્યકત કરે છે. આ બિલ રાજયસભામાં પણ પસાર થઈ જ અશે અને તેનાથી દલિત વર્ગોને મદદ મળશે. સાથે જ માયાવતીએ કેન્દ્ર સરકારને માંગણી કરી છે કે, સરકાર ગરીબ મુસલમાનો માટે અલગથી અનામતની વ્યવસ્થા બનાવે અને તેને અંતર્ગત ગરીબ મુસલમાનોને આર્થિક આધારે અનામત આપવામાં આવે.

માયાવતીએ એ પણ કહ્યું હતું કે, આ બિલ પસાર થવાનું કારણ ૨ એપ્રિલે થયેલા ભારત બંધ છે. તેથી હું એ લોકોને ધન્યવાદ દેવા માંગુ છું, જેમને ૨ એપ્રિલે ભારતભારમાં સફળતાપૂર્વક બંધનું આયોજન કર્યું હતું, આ કારણે જ કેન્દ્ર સરકાર પર આ બિલ પસાર કરવાનું દબાણ વધું. બીએસપી અધ્યક્ષએ કહ્યું હતું કે, હું આ સફળતાનો શ્રેય આખા દેશના લોકોને આપવા માંગુ છું જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ પણ શામેલ હતાં.

લોકસભામાં સોમવારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સંશોધન બિલ, ૨૦૧૮ પસાર થયું હતું. આ સંશોધન મારફતે સુપ્રીમ કોર્ટનો એ આદેશ પણ નિષ્પ્રભાવી થઈ ગયો, જેને અંતર્ગત એસસી/એસટી અત્યાચાર નિવારણના કેસમાં આરોપીની તત્કાળ ધરપકડ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

(3:46 pm IST)