Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

CBI અને ED દ્વારા કરાઇ રહેલી ૮ ભાગેડુઓની તપાસમાં ૭ ગુજરાતી

બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ સાથે કરોડોનું ચીટિંગ કરવાનો કેસCBI અને ED દ્વારા કરાઇ રહેલી ૮ ભાગેડુઓની તપાસમાં ૭ ગુજરાતીઃ નિતિન-ચેતન-દિપ્તી સાંડેસરા, જતીન મહેતા, મેહુલ ચોકસી, નિરવ મોદી, આશિષ જોબનપુત્રા સામેલ

નવી દિલ્હી તા ૭ : રૂ ૧૦૦ કરોડ ઉપરાંતના આર્થિક કોૈભાંડમાં સંડોવાયેલા ૩૧ ફુલેકાબાજોને ફયુજિટિવ ઇકોનોમીક ઓફેન્ડર્સ બિલ હેઠળ આવરી લેવાયા છે,જેમાં ૮ ભાગેડું આરોપીઓની સામે સીબીઆઇ અને ઇડી (એન્ફોર્સમેન્ટ ડીરેકટોડેટ) તપાસ કરી રહી છે.તેમાંથી ૭ ગુજરાતી હોવાનું બહાર આવ્યું છે.

યુનિયન મિનિસ્ટ્રી એકસટર્નલ અફેર જે ૩૧ આરોપીઓને ભાગેઢું જાહેર કર્યા છે. તેમા ૨૩ ની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે, જયારે ૧૩ ની તપાસ ઇડી સ્વતંત્ર રીતે કરે છે અને ૮ ની  તપાસCBI અને ઇડી દ્વારા સંયુકત રીતે કરાઇ રહી છે. આજે આઠ આરોપીઓ કરોડો રૂપિયાનું ઉઠમણું કરીને વિદેશ ફરાર થઇ ગયા છે, તેમાંથી ૭ ગુજરાતી છે.

આ ગુજરાતીઓમાં નિતીન સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા, જતીન મહેતા, આશિષ જોબનપુત્રા, મેહુલ ચોકસી અને નિરવ મોદીનો સમાવેશ થાય છે. કોૈભાંડી નિરવ મોદી સામે લુકઆઉટ સરકયુલર નોટિશ નીકળી ગઇ છે. જયારેઅન્યની સામે રેડ કોર્નર નોટિસ કાઢવાની તજવીજ ચાલી રહી છે. આ ઉપરાંત મોટા કોૈભાંડીઓને એકસ્ટ્રાડિશન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ભારત લાવવાની કાર્યવાહી થઇ રહી છે, જોકે હજુ તેમણે સફળતા મળી નથી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મેહુલ ચોકસી અને નિરવ મોદીએપંજાબ નેશનલ બેંક સાથે રૂ. ૧૩ હજાર કરોડની છેતરપીંડી કરી છે, જયારે વડોદરાના સ્ટલિંગ બાયોટેકના નિતીન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરા સહિતના કોંભાડીઓએ આંધ્ર બૈ઼ક સહિતની બેંકો રૂ.૫.૩૮૩ કરોડના ખાડામાં ઉતારી છે.તેમજ વિન્ડોમ ડાયમંડ પ્રા.લિ. ના જતીન  મહેતાએ પણ  રૂ. પ હજાર કરોડનું ચીટીંગ  બેંકો સાથે કર્યુ છે. મહેતાને વર્ષ ૨૦૧૩ માં વિલકૂલ ડિફોલ્ટર જાહેર કરાયો હતો.

 ટેકસટાઇલ એકસપોર્ટનું કામ કરતાં આશિષ જોબજપુત્રા અને પ્રિતિ જોબનપુત્રા એ બેંક  ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે રૂ.૭૭૭ કરોડનું બિલ ડિસ્કાઉન્ટનું કોૈભાંડ આચર્યુ છે. (૩.૨)

(11:20 am IST)