Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

આજના શ્રવણ : ચાર ભાઇઓ માતા-પિતાને કાવડમાં લઇને હરિદ્વારની યાત્રાએ નીકળ્યા

હરિયાણાના પલવલ શહેર પાસેના ફૂલવાડી ગામમાં રહેતા ચાર ભાઇઓએ માતા-પિતાની સેવાનો અનોખો દાખલો પેશ કર્યો છે. બંસીલાલ, રાજુ, મહેન્દ્ર અને જગપાલ નામના ચાર ભાઇઓએ તેમના ૭૮ વર્ષના પિતા ચંદ્રપાલ અને ૬૬ વર્ષના મમ્મી રૂપવતીને કાવડમાં બેસાડી પોતાના ખભા પર ઉંચકીને હરિદ્વારની યાત્રા કરાવી હતી. આ કાવડયાત્રામાં ૩ર જણ જોડાયા હતાં. રવિવારે ફરીદાબાદથી પલવલ ગામ જઇ રહેલા ચાર શ્રવણકુમારોને જોઇને સૌ ખૂબ ખુશ હતા. ચાર ચાઇઓએ જન્મદાતાઓ માટે જે ભાવપૂર્વક કામ કર્યું એ માટે ફરીદાબાદના શિવશકિત કાવડ શિબિર સંચાલકોએ તેમને ભગવાન શિવની મૂર્તિ આપીને સન્માનિત કર્યા હતા. રાજુ છેલ્લા ર૪ વર્ષથી અવાનરવાર પગપાળા હરિદ્વારની યાત્રા કરે છે, પણ આ વખતે તેણે ત્રણ ભાઇઓને સાથે લઇને પોતાના જ માતા-પિતાને કાવડમાં તીર્થયાત્રા કરાવી હતી.

(11:20 am IST)