Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

સુપ્રીમ કોર્ટે દિલ્હીના લેફટનન્ટ ગવર્નરની આકરી ઝાટકણી કાઢીઃ દિલ્હીમાં ઇમરજન્સી જેવી સ્થિતિ

નવી દિલ્હીઃ દિલ્હીમાં 'કચરા' અંગેની નીતિથી અસંતુષ્ટ સુપ્રીમ કોર્ટે દિલ્હીના ઉપરાજ્યપાલને  ફટકાર લગાવતા કહ્યું છે કે કચરાના પહાડને લીધે દિલ્હી 'કટોકટી' જેવી સ્થિતિનો સામનો કરી રહેલ છે  આ સ્થિતિને નિપટાવવા '' એલ જી'' એ કોઇ તત્પરતા નથી દર્શાવી. ૧૪ ઓગષ્ટ સુધીમાં કચરાના નિયંત્રણ માટે પાયલોટ પ્રોજેકટ રજુ કરવાનું કહી સુપ્રીમ કોર્ટે વિશેષ સુનાવણી ૧૭ ઓગષ્ટ ઉપર મુલત્વી રાખેલ છે. અદાલતે ઘરે-ઘરેથી અલગ-અલગ છુટો પાડી કચરો ભેગો કરવા અંગે  ચાલી રહેલ પાયલોટ પ્રોજેકટ અંગે પણ રીપોર્ટ માંગી છે.  ઉપરાજયપાલ અને દિલ્હી સરકારે રોકેલા વકીલે કહેલ કે એકલા દક્ષિણ દિલ્હીમાંથી રોજે ૧૮૦૦ ટન કચરો ભેગો થાય છે. કચરાના નિકાલ માટેનો પ્લાન્ટ ડીસેમ્બર સુધીમાં શરૃ થશે.  રાજઘાટ ઉપર સંડાસ, પીવાના પાણી, સાફસફાઇ વિ.ની સરખી વ્યવસ્થા નહિ હોવા અંગે શ્યામ નારાયણ ચૌબેની જનહિત અરજી ઉપર ભુતકાળમાં સુનાવણી સમયે પણ હાઇકોર્ટે રાજઘાટ સમાધિ સમિતિ, સીપીડબલ્યુડી સહિતની એજન્સીઓ નિષ્ફળ રહયાનું કહી આકરી ઝાટકણી કાઢી હતી  અદાલતે ત્યાં સુધી ઝાટકણી કાઢતા કહેલ કે એક ઘર પાસેથી કચરો ઉપાડી તેમ બીજી જગ્યાએ કઇ રીતે ફેંકી શકે?  દિલ્હીની સોનિયા બિહાર સોસાયટીના લોકોનો વિરોધ વ્યાજબી છે.  અદાલતે ત્યાં સુધી કહેલ કે ગંગારામ હોસ્પિટલના હેવાલ મુજબ દિલ્હીની અડધી વસતી ધુમ્રપાન નહિ કરતી હોવા છતા કોન્સના ખતરાની લપેટમાં છે. નીતી આયોગ કહે છે. ૨૦૧૯ સુધીમાં દિલ્હીમાં પાણીની અછત સર્જાસે આ સ્થિતિમાં દિલ્હીમાં જીવતુ કોણ રહી શકશે.

(11:44 am IST)