Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

યુ-ટ્યૂબ પર રમકડાંનો રિવ્યુ કરતા છ વર્ષના કરોડપતિ રાયનએ વોલમાર્ટ સાથે ડીલ કરી

USમાં વોલમાર્ટના સ્ટોર્સમાં રાયનના રમકડાંનું વેચાણ શરુ : રાયનની 6 યુ-ટ્યૂબ ચેનલ્સ: મહિનામાં જ એક અબજથી વધુ વાર જોવાય છે

નવી દિલ્હી :છ વર્ષનો યુ-ટ્યૂબર બાળક  જેનું નામ ગત વર્ષે ફોર્બ્સની સૌથી વધુ રૂપિયા કમાનારા યુ-ટ્યૂબરની યાદીમાં સામેલ છે રમકડાંનો રિવ્યુ કરનારાઓ આ છ વર્ષ રાયને હવે વોલમાર્ટના સ્ટોર્સમાં પોતાની બ્રાન્ડના રમકડાંઓનું વેચાણ શરૂ કરવા માટે ડીલ કરી છે. સોમવારથી વોલમાર્ટના અમેરિકામાં આવેલા 2,500 સ્ટોર્સ અને વેબસાઈટ પરથી તેનું વેચાણ શરૂ કરી દીધું છે. ‘રાયન્સ વર્લ્ડ’ (Ryan’s World) નામની બ્રાન્ડના તેના રમકડાં ઓક્ટોબરથી અન્ય રિટેલર્સ સુધી પણ પહોંચાડાશે.

  યુ-ટ્યૂબ પર રમકડાંના રિવ્યુ કરીને આ છ વર્ષના બાળકે ગત વર્ષે 1.1 કરોડ ડોલરની કમાણી કરી હોવાનો પણ દાવો ToysReview for Kids નામના ફેસબુક પેજ પર કરવામાં આવ્યો હતો. યુ-ટ્યૂબ ચેનલ રાયન ટોય્સ રિવ્યુ કે જે ટૂંકમાં રાયન તરીકે ઓળખાય છે, તેના સ્ટારની સરનેમ અને લોકેશન ગુપ્ત રાખવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, એ બધાને સલામત અને ગુપ્ત રાખવા માટે આવું કરવામાં આવ્યું છે. તે ગત વર્ષે યુ-ટ્યૂબ પર સૌથી વધુ કમાણી કરવામાં 8મા નંબરે હતો અને તેના 15 લાખ સબસ્ક્રાઈબર્સ છે.

જે ઉંમરમાં બાળકો શીખવાની પ્રોસેસમાં હોય છે, 6 વર્ષનો રાયન સેલિબ્રિટી બની ચૂક્યો છે. રાયન પોકેટ વોચ નામના ઓનલાઈન પ્લેટફોર્મ સાથે મળીને કામ કરે છે. તેના પસંદગીના રમકડાં અને કપડાં રાયન્સ વર્લ્ડના નામે વેચવામાં આવે છે.

   રાયનની 6 યુ-ટ્યૂબ ચેનલ્સ છે, જે બાળકોમાં ઘણો ક્રેઝ ધરાવે છે. આ જ કારણ છે કે રમકડાં સાથે મસ્તી કરતા રાયનના વીડિયોઝ એક મહિનામાં જ એક અબજથી વધુ વાર જોવાય છે.

રાયન વર્લ્ડના બેનર હેઠળ વેચાતી પ્રોડક્ટ્સમાં ચાર ડિઝાઈનમાં ટી-શર્ટસ પણ સામેલ છે, જેમાંથી કેટલાક પર રાયનની પસંદગીની વસ્તુઓ જેમકે પિત્ઝા વગેરે ડિઝાઈન કરાયા છે.

રમકડાંનું વેચાણ કરતી મોટી રિટેલ ચેઈન Toys ‘R’ USએ નાદારી નોધાવતા તેના બધા જ 885 સ્ટોર્સ બંધ થઈ ગયા બાદ અમેરિકાના રમકડાં બજારમાં એક રીતે નિરાશાના વાદળો છવાયેલા છે, ત્યારે રાયન એક સ્માર્ટ બિઝનેસમેન પુરવાર થયો છે.

(12:00 am IST)