Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

નવી દિલ્‍હી : વડાપ્રધાન દ્વારા બળદગાડાને લઇને કરાયેલ શાબ્‍દિક હુમલા સામે કોંગ્રેસનો પલટવાર, ભ્રષ્‍ટાચારના મામલે વડાપ્રધાને તપાસ કરાવી નથી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીઅે બળદગાડાને ઇને કરાયેલ હુમલા સામે કોંગ્રેસ પણ પલવાર કરીને ભ્રષ્‍ટાચારના મામલે વડાપ્રધાને તપાસ કરાવી નથી  તેમ જણાવ્‍યું છે. 'પાર્ટી પ્રવક્ત આરપીએન સિંહે કહ્યું, "જીએસપીસી (ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન)માં હજારો કરોડો રૂપિયાના કૌંભાડની વાત સામે આવી છે, તે બધાને ખબર છે. આ સરકારના ઘણા ખરા મંત્રીઓના ભષ્ટ્રાચાર વિશે અમે ખુલાસો કર્યો. એકપણ વિરૂદ્ધ વડાપ્રધાને તપાસ સુધી કરી નથી"

સિંહે કહ્યું, 'જે દિવસે અમારી સરકાર આવશે ભ્રષ્ટાચારના આ બધા જ મામલાઓની તપાસ કરાવવામાં આવશે. તે પછી જે પણ ભ્રષ્ટ મળશે તે જમાનત પર નહી પરંતુ જેલમાં હશે.' સિંહે દાવો કર્યો છે કે, પાછલા ચાર વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને 'ટ્રેક્ટર પરથી બળદ ગાડા' પર લાવવાનું કામ કર્યું છે.

અસલમાં, આનાથી પહેલા શનિવારે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર તીખો શાબ્દિક હુમલો કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટને હાલના દિવસોમાં 'બેલ ગાડી'(બળદ ગાડૂ)ના નામથી બધા લોકો બોલાવે છે કેમ કે, વર્તમાન સમયમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જમાનત (બેલ) પર બહાર છે. જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે જયપુરમાં એક રેલીને સંબોધિત કરી હતી.

આરપીએન સિંહે દાવો કર્યો છે કે, વડાપ્રધાનની શનિવારની રેલી માટે સરકારના કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા અને ખેડૂતોને આમાં સામેલ થવાથી રોકવામાં આવ્યા. વડાપ્રધાન તરફથી કેટલીક વિકાસ યોજનાઓની જાહેરાત પર સિંહે કહ્યું, 'ઈલેક્શનથી કેટલાક મહિના પહેલા તેમને રાજસ્થાનની સમસ્યાઓની યાદ આવી છે. તેમને ઘણી બધી યોજનાઓની જાહેરાત કરી પરંતુ તે ક્યારે પૂરી થશે તેની તારીખ જણાવી નહી.'

(12:11 am IST)