Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ટ્વિટરનો સપાટોઃ અફવા, હિંસા ફેલાવનારા 7 કરોડ નકલી ખાતા કર્યા બંધ

ટ્વિટરે અફવા અને હિંસા અને અફવા ફેલાવનારા એકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે. જેમાં ટ્વિટરે 2 મહિનામાં સાત કરોડ નકલી એકાઉન્ટ બંધ કરી દીધા છે. ખાસ કરીને મે અને જૂનમાં આ અભિયાન શરૂ કરી ફેક અકાઉન્ટની ઓળખ મેળવી છે જે ટ્રોલ અને અફવા ફેલાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌથી વધુ ટ્રોલની ઘટના સામે આવી છે.

(2:12 pm IST)
  • સોમનાથ - પોરબંદર - લોકલ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા : વાંસજાળીયા રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવતાં સમયે બની ઘટના : તમામ યાત્રીઓ સલામત access_time 9:18 pm IST

  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST

  • વલસાડ: મધુબન ડેમના 8 દરવાજા અચાનક ખોલાતા કુદરતી હાજતે ગયેલ એક યુવક પુલ પર ફસાયો: વાસના રખોલી નજીકની પુલ પરની ઘટના:ડેમ માં થી પાણી છોડાતા દમણગંગા નદી માં પાણી નું સ્તર વધતા યુવક ફસાયો:પુલ પર ફસાયેલા યુવક ને બચાવવા ફાયર બ્રિગેડ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસની ટીમો કામે લાગી access_time 2:03 pm IST