News of Saturday, 7th July 2018

ઇંધણના વધતા જતા ભાવોને પગલે કોમર્શિયલ વેહિકલ્‍સ લોનનાં ડીફોલ્‍ટ્‍સ થઇ શકે છે : ફિચ

કોમર્શિયલ વેહિકલ સેકટરમાં મોટા ભાગના કરજદારો નાના ઓપરેટરો છે અને આવક માટે તે તેમના વાહન પર નિર્ભર છે

મુંબઇ તા ૭ : ઇંધણના સતત છધી રહેલા ભાવ કમર્શિયલ વેહિકલ્‍સ ઓપરેટરોની કાગીરીને અસર કરશે અને એને પગલે ઓટો લોનની ચુકવણીમાં ડિફોલ્‍ટ્‍સ થઇ શકે છે એમ ફીચ રેટિગ્‍સે કહ્યું છે.

દિલ્‍હીમાં ડીઝલનો લીટર દીઠ ભાવ જુનમાં સરેરાશ ૬૭.૪ રહ્યો છે જે ગયા વર્ષના જુનની તુલનાએ ૨૬ ટકા અને જાન્‍યુઆરી-૨૦૧૬ ની તુલનાએ ૫૦ ટકા ઉંચો છે

વૈશ્વિક સ્‍તરે ક્રુડના ભાવમાં થયેલી વૃધ્‍ધિ અને રૂપિયાના મૂલ્‍યમાં થઇ રહેલા ઘટાડાને પગલે ઇંધણના ભાવ સતત છધી રહ્યા છે. વર્ષની શરૂઆતથી અત્‍યાર સુધીમાં રૂપિયાના મૂલ્‍યમાં ડોલર સામે આશરે ૭ ટકાનો ઘટાડો થયો છે.

જોકે નુરના દર અત્‍યાર સુધીમાં ઇંધણ જેટલા છધ્‍યા નથી. જાન્‍યુઆરી-૨૦૧૬ થી અત્‍યાર સુધીમાંનુરના દરમાં ૧૫ ટકાથી પણ ઓછો વધારો થયો છે. એને પગલે કમાર્શિયલ વૈહિકલ ઓપરેટરો પર બોજ વધી રહ્યો છે.

કમર્શિયલ વેહિકલ સેકટરમાં ઓટા ભાગના કરજદારો નાના ઓપરેટરો છે અને આવક માટે તેઓ તેમના વાહન પર નિર્ભર છે અને તેમના માર્જિન્‍સ સંકોચાઇ રહ્યા હોવાથી તેઓ પરત ચુકવણી કરવામાં મુશ્‍કેલી અનુભવી રહ્યા છે એમ એજન્‍સીએ કહ્યું હતું

ઇંધણની કિંમતોમાં ૪૦ ટકાનો વધારો ૨૦૧૨ ની મધ્‍ઊયથી ૨૦૧૪ ની મધ્‍યમાં થયો હતો ત્‍યારે લોનના ડિફોલ્‍ટ્‍સમાં આશરે બે થી ત્રણ ગપો વધારો થયો હતો એ સમયગાળો છેલ્લા ૧૦ વર્ષના ગાળાનો સોૈથી વધુ તાણગ્રસ્‍ત સમયગાળો છે.

ફિચ માને છે કે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ૨૦૧૮ માં ઓઇલના ભાવ ઉંચા રહેશે. એ સાથે અમેરિકાની કડક નાંણાનીતીને પયલે રૂપિયો ઘટશે. અમેરિકા ઇરાનથી ઓઇલની આયાત ઘટાડવા દબાણ કરી રહ્યુૅ છે એને પગલે પણ સ્‍થાનિક બજારમાં ઇંધણના ભાવ ઉંચા રહેશે.

ઉજળી બાજુ એ છે કે સારી આર્તિક કામગીરી નુરની માગને ટેકો પૂરો પાડશે અનેકમર્શિયલ વેહિકલ ઓપરેટરો વધારાનો ખર્ચ ગ્રાહકો પર પસાર કરી શકશે. એજન્‍સી માને છે કે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માં વિકાસદર ૭.૪ ટકા અને ૨૦૧૯-૨૦ માં ૭.૫ ટકાનો રહેશે

(12:30 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જયપુરમાં જબરી રેલી : કલ્યાણકારી યોજનાના 33 જિલ્લાઓનાં લાભાર્થીઓ સાથે મોદી કરશે સંવાદ :5579 જેટલી બસો પણ બુક :અંદાજે 7.22 કરોડનો ખર્ચ થશે:કાર્યક્રમમાં 2.5 લાખ લાભાર્થીઓ એકઠા થશે તેવું અનુમાન access_time 1:18 am IST

  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST

  • મોરબીમાં ઝીકાયો એકાંતરા પાણીકાપ : શહેરની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં પાણી થયું તળિયાજાટક : શહેરીજનોમાં ફેલાયું ઘેરી ચિંતાનું મોજું access_time 9:16 pm IST