Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

તિરુપતિ બાલાજી મંદિર ખાસ વિધિ માટે પાંચ દિવસ રહેશે બંધ:દર બાર વર્ષે થાય છે વિધિ

વિશ્વ વિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં દર 12 વર્ષે થતી એક ખાસ વિધિને કારણે 12 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી પાંચ દિવસ માટે મંદિર બંધ રહેશે. તે વિધિ ચાલતી હોય ત્યારે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. માટે દર્શન બંધ રહેશે. મંદિરમાં 17 ઓગસ્ટથી લઈને 3 ઓક્ટોબર સુધી વિવિધ સફાઇ પ્રવૃત્તિ ઓ થવાની હોવાથી પણ દર્શનમાં અગવડ પડી શકે છે.

(9:53 am IST)