Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

રાજ્યમાં વધી રહેલી કોમી હિંસા તથા મોબ લિન્ચિંગના બનાવો માટે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનું પાલન કરાવો : કોંગ્રેસ આગેવાન તથા રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહની મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં પિટિશન : રામ મંદિર માટે ફાળો ઉઘરાવતી વખતે થયેલી કોમી હિંસાનો ઉલ્લેખ કર્યો

ભોપાલ : કોંગ્રેસ આગેવાન તથા રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહએ મધ્ય પ્રદેશમાં વધી રહેલા કોમી હિંસા તથા મોબ લિન્ચિંગના બનાવો માટે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનું  પાલનન કરાવવા હાઇકોર્ટને અરજ કરી છે.જેના  અનુસંધાને મધ્યપ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ રફીક અને ન્યાયાધીશ સુજોય પોલની ખંડપીઠએ રાજ્ય સરકારને  નોટિસ પાઠવી 6 સપ્તાહમાં જવાબ આપવા આદેશ કર્યો છે.

અરજીમાં જણાવાયા મુજબ કોમી તોફાનો કે હિંસા તેમજ કોઈપણ ધર્મના મેળાવડા ,સરઘસ , કે રેલી દરમિયાન સુપ્રીમ કોર્ટે આપેલા માર્ગદર્શનનું પાલન થવું જોઈએ.

પિટિશનમાં  તાજેતરમાં રામ મંદિર માટે ફાળો ઉઘરાવતી વખતે ઇન્દોર ,મંદસૌર ,તથા ઉજ્જૈનમાં થયેલી  કોમી હિંસાનો તેમણે ઉલ્લેખ કર્યો છે.તથા જણાવ્યું છે કે અન્ય ધર્મીઓ પાસે  રામ મંદિર માટે ફાળો આપવાનું  ફરજીયાત ન રાખવું જોઈએ. કે તેઓને તે માટે ધમકી ન આપવી જોઈએ .અમુક લોકો ધાક ધમકીઓ આપી સમાજની સુલેહ શાંતિનો ભંગ કરી રહ્યા છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(7:58 pm IST)