Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

રાજભવનમાં પોતાના સબંધીઓને નોકરી પર રાખ્યા ? : બંગાળના રાજ્યપાલે કહ્યું આરોપો તથ્યાત્મક રીતે ખોટા

વિશેષ ડ્યૂટી પર નિયુક્ત લોકો તેમના પરિવારના નજીકના નથી: રાજ્યપાલે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના આરોપ ફગાવ્યા

કોલકતા : પશ્ચિમ બંગાળના રાજ્યપાસ જગદીપ ધનખડે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા લગાવવામાં આવેલા આરોપો ફગાવ્યા છે,મહુઆ મોઇત્રાએ આરોપ લગાવ્યો હતો કે રાજ્યપાલે રાજભવનમાં પોતાના સબંધીઓને નોકરી પર રાખ્યા છે.

રાજ્યપાલ જગદીપ ધનખડ દ્વારા તેમની પર રાજભવનમાં ઓએસડી પદો પર પોતાના પરિવારના લોકો અને પરિચિતોને નિયુક્ત કરવાનો આરોપ તથ્યાત્મક રીતે ખોટો છે અને તેમણે રાજ્યમાં ખતરનાક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પરથી ધ્યાન હટાવવાનું તિકડમ ગણાવ્યુ હતું, તેમણે કહ્યુ કે વિશેષ ડ્યૂટી પર નિયુક્ત લોકો તેમના પરિવારના નજીકના નથી.

જગદીપ ધનખડે ટ્વીટ કર્યુ, ‘મહુઆ મોઇત્રાના ટ્વીટ અને મીડિયામાં ઓએસડીના છ અધિકારીઓને મારા સબંધી ગણાવવા તથ્યાત્મક રીતે ખોટુ છે. આ ઓએસડી ત્રણ અલગ અલગ રાજ્ય અને ચાર અલગ અલગ જાતિમાંથી આવે છે, તેમનામાંથી કોઇ પણ નજીકના પરિવારનો હિસ્સો નથી, તેમાંથી ચાર મારી જાતિ અથવા રાજ્યના નથી. બંગાળના ગવર્નરે કહ્યુ, આ મમતા બેનરજીની રાજ્યની ખતરનાક કાયદો અને વ્યવસ્થા પરથી ધ્યાન હટાવવાના તિકડમનો ખુલાસો કરે છે. રાજ્યના લોકોની સેવા કરવા અને બંધારણની કલમ 159 હેઠળ મારા પદની શપથ યથાવત રાખવાનું ચાલુ રાખશે.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ રવિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ‘અંકલ જી’ કહેતા દાવો કર્યો હતો કે તેમના પરિવારના સભ્યો અને અન્ય પરિચિતોને રાજભવનમાં વિશેષ કાર્યઅધિકારી (ઓએસડી) નિયુક્ત કરવામાં આવ્યા છે. મહુઆ મોઇત્રાએ એક યાદી ટ્વિટર પર શેર કરી હતી જેમાં રાજ્યપાલના ઓએસડી અભ્યુદય શેખાવત, ઓએસડી- અખિલ ચૌધરી, ઓએસડી- રૂચિ દુબે, ઓએસડી- પ્રશાંત દીક્ષિત, ઓએસડી- કૌસ્તવ એસ વલિકર અને નવ નિયુક્ત ઓએસડી કિશન ધનખડનું નામ છે.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદે સાથે જ કહ્યુ કે શેખાવત ધનખડના બહેનોઇનો પુત્ર, રૂચિ દુબે તેમના પૂર્વ એડીસી મેજર ગોરાંગ દીક્ષિતની પત્ની તથા પ્રશાંત દીક્ષિતનો ભાઇ છે. મહુઆ મોઇત્રાએ કહ્યુ કે વલિકર, ધનખડના વર્તમાન એડીસી જનાર્દન રાવનો બહેનોઇ છે જ્યારે કિશન ધનખડ રાજ્યપાલના એક નજીકનો સબંધી છે

(6:46 pm IST)