Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

આફ્રિકામાં આતંક મચાવનારા બોકો હરામ લીડર અબુ બકરે ખુદને બોમ્બથી ઉડાવ્યો

નવી દિલ્હીઃ ખુંખાર સંગઠન બોકો હરામના લીડર અબુ બકર શેકઉ સાથે યુદ્ધ દરમિયાન ખુદને બોમ્બથી ઉડાવી લીધો છે. તેના દુશ્મન સંગઠન ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિંસ (ISWAP)ના જેહાદી લડાકુ સાથે લડાઇ દરમિયાન ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો. આ વાતની જાણકારી સમાચાર એજન્સી એએફપીએ ISWAPના હવાલાથી આપી છે. તેના બે અઠવાડિયા પહગેલા પણ શેકઉના મોતના સમાચાર આવ્યા હતા પરંતુ ત્યારે તેની પૃષ્ટી થઇ શકી નહતી પરંતુ આ વખતે ઇસ્લામિક સ્ટેટે એક ઓડિયો રેકોર્ડિગ જાહેર કર્યુ છે. જેમાં આઇએસડબલ્યૂએપીના નેતા અબુ મુસાબ અલ બારનવીને કહેતા સાંભળી શગકાય છે, 'શેકઉએ ધરતી પર અપમાનિત થવાની જગ્યાએ તે બાદ અપમાનિત થવાનું સારૂ સમજ્યુ, તેણે ખુદને વિસ્ફોટથી ઉડાવીને મારી લીધો છે. આ ઓડિયો એએફપીને તે સુત્ર પાસેથી મળ્યો છે, જે પહેલા સમૂહ સાથે સબંધિત જાણકારી આપતો રહ્યો છે. જોકે, બોકો હરામે હજુ સુધી શેકઉના મોતની પૃષ્ટી કરી નથી. બોકો હરામે નાઇઝીરિયા અને આફ્રિકાના અન્ય ભાગોમાં આતંક મચાવ્યો છે અને મોટી સંખ્યામાં લોકોની હત્યા કરી છે. 

(4:46 pm IST)