Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કોરોના વાયરસના કનેકશનને લઇને ચીન વિશે બ્રિટીશ પત્રકારના ચોંકાવનારા દાવા

નવી દિલ્હી, તા. ૭ : કોરોનાની શરૂઆતને લઈને દુનિયાને નિશાના પર આવેલા ચીનના વુહાન શહેર વિશે વધુ એક દાવો કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વુહાનની લેબમાં જ જીનેટિક એન્જિનિયરિંગની મદદથી ૧,૦૦૦થી વધારે જાનવરોના જનીન બદલી નાંખવામા આવ્યા છે. આ જાનવરોમાં વાંદરાઓ અને સસલાઓ પણ સામેલ છે. વુહાનમાંથી જ કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો છે. ચીનમાં લાંબા સમય સુધી રહેલા બ્રિટિશ પત્રકાર જેસ્પર બેકરે ચીની મીડિયામાં પ્રકાશિત અનેક લેખોના હવાલાથી એક રિપોર્ટ રજૂ કર્યો છે.

આ રિપોર્ટ સ્થાનિક સમાચાર પત્રોએ પ્રમુખતાથી પ્રકાશિત કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની પ્રયોગશાળામાં જાનવરોને ઈન્જેકશન આપવામાં આવ્યા. જેથી તેમના જિન્સ બદલી શકાય. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યકત કરી છે કે ઈન્જેકશનના ઉપયોગ કરવામાં આવેલી સામગ્રીના કારણે કોરોનાવાયરસનો જન્મ થયો. કહેવામાં આવી રહ્યું છે કે, ચીન પોતાની પ્રયોગશાળાઓમાં એવા પ્રયોગો પણ કરી રહ્યું છે જે અન્ય દેશોમાં પ્રતિબંધિત છે. અહીં સુધી કે તેઓ માણસો ઉપર પણ પ્રયોગ કરી રહ્યાં છે. જ્યારે અનેક દેશોમાં આવા પ્રયોગ અનૈતિક માનવામાં આવે છે.

ચીન તે દર્શાવવાની કોશિશ કરી રહ્યું છે કે, વુહાન અથવા અન્ય સ્થળોમાં પ્રયોગશાળાઓ જૈવ સુરક્ષા પર સંશોધન માટે બનાવવામાં આવી છે, પરંતુ જીવિત જાનવરો પર પ્રયોગ કરવામાં આવી રહ્યાં છે. જેમાં તેમની સુરક્ષાનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો નથી. અહીં જોવા મળ્યું છે કે, વાંદરાઓ પરીક્ષણ ટ્યુબમાં મૂકવામાં આવેલા રોગજનક જીવોને જોઈને દોડવા, કરડવા અને ખંજવાળવા લાગે છે.

ચીની વિદ્વાનોએ વુહાન લેબ વિશે ઘણા લેખો લખ્યા છે. જેમાંથી એક શીર્ષક કોરોનાની સંભાવિત ઉત્પતિ છે. આ લેખમાં કહેવામાં આવ્યું છે કે વુહાન સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પોતાની લેબમાં બિમાર જાનવર રાખ્યા છે. જેમાં લગભગ ૬૦૫ ચામાચીડિયા પણ છે. આ ચામાચીડિયાઓ સંશોધનકર્તાઓ પર હુમલો પણ કરે છે.

કેટલાક ચીની વિશેષજ્ઞોનું કહેવું છે કે વુહાનની વાયરોલોજિસ્ટ શી ઝોંગલીએ દૂરસ્થ ગુફાઓની મુલાકાત લીધી હતી. તેઓ અહીં ચામાચીડિયાઓ પર સંશોધન કરી રહી હતી. ચીનમાં ઝોંગલીને 'બેટ વુમન' નામથી ઓળખવામાં આવે છે. સંભવ છે કે ઝોંગલીએ જ લેબમાં કોરોનાવાયરસ બનાવ્યો છે. ઝોંગલીએ અનેક ઉંદરોને વાયરસનો ઈન્જેકશન લગાવ્યો હતો.

રિપોર્ટ અનુસાર, ચીનની મોટાભાગની ખતરનાક લેબોનું મોનિટરિંગ પીપલ્સ લિબરેશન આર્મી કરી રહી છે. સેના બે વાતો પર નજર રાખી રહી છે. પ્રથમ પ્રજનીનમાં એવું પરિવર્તન જેનાથી મજબૂત સૈનિક તૈયાર હોય અને બીજું- એવા સૂક્ષ્મજીવોની શોધ, જેમના જનીનોને નવા જૈવિક શસ્ત્રો બનાવવા માટે બદલી શકાય છે.

(4:43 pm IST)