Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ચીનની વેક્સીન સિનોફાર્મને લઇને પાકિસ્તાન ફસાયું: અનેક દેશો ર્ટિફિકેટ માન્ય રાખતા નથી:સાઉદીએ પણ વધાર્યું ટેંશન

સાઉદી અરબ ચાઇનીઝ રસીને સુરક્ષિત ગણી રહ્યા નથી જેથી પાકિસ્તાનીઓને નો એન્ટ્રી

ઇસ્લામાબાદ: ચીન દ્વારા નિર્મિત કોરોના વેક્સીન સિનોફાર્મને લઇને પાકિસ્તાન ફસાઇ ગયું છે. પાકિસ્તાનમાં તમામ લોકો sinopharm લગાવી ચૂક્યા છે પરંતુ હવે આ વેક્સીનના સર્ટિફિકેટને કેટલાક દેશ માનવા માટે જ તૈયાર નથી. કેસ એટલો બગડી ગયો છે કે ઇમરાન ખાનને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. ઇમરાન હવે પોતે એવા દેશો સાથે વાત કરી રહ્યા છે જે સિનોફાર્મનું સર્ટિફિકેટ માન્ય ગણી રહ્યા નથી.

ઇમરાનના મંત્રી આ અંગે મીડિયામાં સ્પષ્ટતા આપવી પડી. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ અહમદએ કહ્યું કે 'પ્રધાનમંત્રી ઇમરાન ખાનએ કેબિનેટને સૂચિત કર્યું છે કે તે આ મુદ્દે સંબંધિત દેશોના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

સાઉદી અરબના વલણે પાકિસ્તાનનો માથાનો દુખાવો વધારી દીધો છે. સાઉદી અરબ પણ ચીની વેક્સીનના સર્ટિફિકેટને માન્યતા આપી રહ્યું નથી. સાઉદી અરબમાં ફાઇઝર, એસ્ટ્રાજેનેકા, મોર્ડન અને જોનસન એન્ડ જોનસન રસીને જ સુરક્ષિત ગણવામાં આવી રહી છે. તેના લીધે પાકિસ્તાના હજ યાત્રા જતાં લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, સાઉદી અરબ ચાઇનીઝ રસીને સુરક્ષિત ગણી રહ્યા નથી જેથી પાકિસ્તાનીઓને ત્યાં એન્ટ્રી મળી રહી નથી.

તેના લીધે પાકિસ્તાન સરકારે નિર્ણય લીધો કે વિદેશમાં કામ કરનાર અથવા બહાર જનાર લોકોને એક મહિનાની અંદર ફાઇઝર રસી લગાવવામાં આવશે પરંતુ પાકિસ્તાન પાસે તે ખૂટી પડી. હવે પાકિસ્તાન ચેતાવણી આપી રહ્યું છે કે જો વૈશ્વિક સ્તર પર તેના પર મુદા પર નિર્ણય લીધો નથી તો ચીની રસીકરણના પ્રમાણપત્ર સ્વિકાર નહી કરનાર દેશ આખી દુનિયા માટે એક સમસ્યા બની જશે.

(12:00 am IST)