Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ભારત ઇઝરાયલ પાસેથી ખરીદશે''બાલાકોટ બોંબ''

૩૦૦ કરોડની ડીલઃ ભારતે ત્રાસવાદીઓ ઉપર વરસાવ્યા હતા સ્પાઇસ બોંબ

નવી દિલ્હી, તા.૭: ભારત સરકાર હવે પોતાની વ્યૂહાત્મક શકિતને સતત મજબુત કરી રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા ભારત સરકારે મિત્ર દેશ ઈઝરાયેલ સાથે સ્પાઈસ બોમ્બની ખરીદી અંગે વધું એક કરાર કર્યો છે. ભારત ઈઝરાયેલ પાસેથી ૧૦૦ સ્પાઈસ બોમ્બ ખરીદશે.

ભારતીય વાયુસેનાએ ૨૬મી ફેબ્રુઆરીના રોજ બાલાકોટ એર સ્ટ્રાઈકમાં આ ઘાતક સ્પાઈસ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. ત્યારે એરફોર્સે બાલાકોટ એરસ્ટ્રાઈકમાં જૈશના આતંકી કેમ્પો પર સ્પાઈસ બોમ્બ વરસાવ્યાં હતાં. ઈઝરાયેલ સાથે ભારતે લગભગ ૩૦૦ કરોડની આ ડીલ કરી છે. આ અગાઉ ભારત પોતાની સેનાની વ્યૂહાત્મક શકિત વધારવા માટે આધુનિક પિસ્તોલની ખરીદીની ડીલ કરી ચૂકયુ છે.

ભારત તાકાત વધારી રહ્યું છે

ભારત હવે દક્ષિણ પૂર્વ એશિયા અને ખાડીના દેશોને મિસાઈલોની પહેલી ખેપની નિકાસ કરવા જઈ રહ્યું છે. બ્રહ્મોસ એરોસ્પેસના એચઆર કોમોડર એસ કે ઐય્યરે  કહ્યું કે સરકારો વચ્ચે કરાર બાદ પહેલીવાર મિસાઈલોને એકસપોર્ટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અનેક દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ આપણી મિસાઈલોને ખરીદવા માટે તત્પર છે. ઈમડેકસ એશિયા ૨૦૧૯માં તેમણે કહ્યું કે આ અમારી પહેલી નિકાસ હશે. આ સાથે જ આપણી મિસાઈલોમાં ખાડી દેશ પણ રસ દાખવી રહ્યાં છે.(

(10:41 am IST)