Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

૧૬મીથી થર્ડ પાર્ટી વીમો ર૧% મોંઘો

સામાન્‍ય રીતે ૧લી એપ્રિલેથી સુધારો થતો હોય છે પણ આ વખતે ૧૬ જુનથી

નવી દિલ્‍હી તા. ૭ :.. આગામી ૧૬ જુનથી કાર્સ અને ટુ-વ્‍હીલર્સ ઇન્‍સ્‍યોરન્‍સનો ખર્ચ વધશે કેમ કે વીમા નિયમનકાર ઇરડાઇએ વાહનોની ચોકકસ કેટેગરીમાં ફરજિયાત થર્ડ પાર્ટી મોટર ઇન્‍સ્‍યોરન્‍સમાં ર૧ ટકા સુધીનો વધારો કર્યો છે. સામાન્‍ય રીતે ફરજીયાત ટીપી ઇન્‍સ્‍યોરન્‍સ કવરના દરમાં પહેલી એપ્રિલથી સુધારો થતો હોય છે. પરંતુ આ વખતે નાણાકીય વર્ષ ર૦૧૯-'ર૦ માટેના નવા દર ૧૬ જુનથી લાગુ પડશે.

ઇન્‍સ્‍યોરન્‍સ રેગ્‍યુલેટરી એન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરીટી ઓફ ઇન્‍ડીયા (ઇરડાઇ) એ એક આદેશમાં જણાવ્‍યું હતું કે, નાની કાર્સ (૧૦૦૦ સીસી કરતાં ઓછી) માટેના નવા થર્ડ પાર્ટી ઇન્‍સ્‍યોરન્‍સનો ખર્ચ રૂા. ર,૦૧ર થશે. જે હાલમાં અસ્‍તિત્‍વ ધરાવતા રૂા. ૧,૮પ૦ કરતાં ૧ર ટકા વધારે રહેશે. ૧,૦૦૦ સીસીથી ૧,પ૦૦ સીસીની એન્‍જિન ક્ષમતા ધરાવતી કાર્સ માટેના વીમા પ્રીમીયમ પણ ૧ર.પ ટકા વધારીને રૂા. ૩,રર૧ કરવામાં આવ્‍યા છે.

જો કે, વધારે ઊંચા એન્‍જિન ક્ષમતા ધરાવતી કાર્સ માટેના ટીપી પ્રીમીયમને રૂા. ૭,૮૯૦ પર જાળવી રાખવામાં આવ્‍યા છે. ૧૬ જુનથી ૭પ સીસી કરતાં ઓછી ક્ષમતા ધરાવતાં ટુ-વ્‍હીલર માટેની નવી મોટર થર્ડ પાર્ટી લાયેબિલિટી ઇન્‍સ્‍યોરન્‍સ કવર પણ ૧ર.૮૮ ટકા વધીને રૂા. ૪૮ર થશે તથા ૭પ સીસીથી ૧પ૦ સીસીા એન્‍જિન ધરાવતાં ટુ-વ્‍હીલર્સ માટેનો દર રૂા. ૭પર રહેશે. ટુ-વ્‍હીલર વીમા પ્રીમીયમમાં સૌથી મોટો વધારો ૧પ૦-૩પ૦ સીસીના વાહનો માટે છે જે ર૧.૧૧ ટકા વધીને રૂા. ૧,૧૯૩ કરવામાં આવ્‍યો છે.

 

ટુ વ્‍હીલર

            

 

અગાઉ

 હવે

૭પ સીસી

૪ર૭

૪૮ર

૭પ-૧પ૦ સીસી

૭ર૦

૭પર

૧પ૦-૩પ૦ સીસી

૯૮પ

૧૧૯૩

 

 

કાર

                    

 

 અગાઉ

હવે

૧૦૦૦ સીસી

૧૮પ૦

ર૦૭ર

૧૦૦૦ સીસીથી વધુ

ર૮૬૩

૩રર૧

૧પ૦૦ સીસીથી વધુ

૭૮૯૦

૭૮૯૦

 

(10:41 am IST)