Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

વડાપ્રધાન મોદી અને ઇમરાનખાન વચ્ચે મુલાકાત નહિ :વિદેશ મંત્રાલય

વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે આ શક્યતાને ફગાવી દીધી

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની સત્તાવાર વાતચીત થાય એવા અણસાર દેખાતા નથી આ પહેલાં મનાઈ રહ્યું હતું કે ચૂંટણી પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં સુવાળંપ આવી શકે છે.આ ઉપરાંત એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ હતી કે બિસ્કેકમાં 13-14 જૂને યોજાઈ રહેલા શંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ)ના સંમેલનમાં બન્ને દેશોના વડા પ્રધાન મળી શકે છે.

જોકે, ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે આ શક્યતાને ફગાવી દીધી છે.નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કુમારે કહ્યું, "જ્યાં સુધી મારી જાણકારી છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન વચ્ચે કોઈ મુલાકાત નક્કી નથી કરાઈ.

   અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશસચિવ ખાનગી મુલાકાતે ભારત પહોંચ્યા બાદ બન્ને દેશના વડાઓ વચ્ચે મુલાકાત થાય એવી સંભાવના સેવાઈ રહી હતી.

(12:00 am IST)