Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

સરકારી બેંકોએ FY17માં ૮૧,૬૮૩ કરોડની લોન રાઇટઓફ કરીઃ અરૂણ જેટલી

નવી દિલ્હી તા. ૭ : સરકારે સંસદને જણાવ્યું છે કે સરકારી બેંકોએ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૮૧,૬૮૩ કરોડ રૂપિયાની લોન રાઈટ ઓફ કરી હતી. સરકારે જણાવ્યું કે આ નિર્ણયથી લેણદારોને કોઈ ફાયદો થયો નથી અને તેમના પર દેવું યથાવત છે. પંજાબ નેશનલ બેંક સાથે જોડાયેલા ફ્રોડ મામલે સરકારે જણાવ્યું કે ઓથોરિટીઝે જાણકારી એકત્ર કરવા માટે ૧૩ દેશો સાથે સંપર્ક કર્યો છે.નાણાપ્રધાન અરૂણ જેટલીએ એક પ્રશ્નના લેખીત જવાબમાં જણાવ્યું કે આરબીઆઈના ડેટા અનુસાર ગત નાણાકીય વર્ષમાં રાઈટ ઓફ કરવામાં આવેલી લોનમાં એસબીઆઈ દ્વારા ૨૦,૩૩૯ કરોડ રૂપીયાની લોન રાઈટ ઓફ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ નાણાકીય વર્ષમાં ૩૦ સપ્ટેમ્બર સુધી રાઈટ ઓફ કરવામાં આવેલી લોનની માત્રા ૨૮૭૮૧ કરોડ રૂપીયા રહી હતી. પબ્લિક સેકટરની બેંકોએ ૨૦૧૨-૧૩ દરમીયાન ૨૭૨૩૧ કરોડ રૂપીયાની લોન રાઈટ ઓફ કરી હતી.    જેટલીએ જણાવ્યું નોન પફાર્િેર્મંગ લોનને આરબીઆઈની ગાઈડલાઈન અને બેંકોના બોર્ડના નીયમો અનુસાર રાઈટ ઓફ કરવામાં આવ્યું. પીએનબી સ્કેમ મામલે સરકારે જણાવ્યું કે કોર્ટે ૧૩ દેશોને લેટર ઓફર રિકવેસ્ટ મોકલીને સંબંધિત કંપનિઓની પ્રોપર્ટી અને તેમના બેંક એકાઉન્ટની વિગતો માંગી છે.

(4:12 pm IST)