Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

કેન્દ્ર સરકારે આપી બોલીવુડને મોટી રાહત :સિનેમેટોગ્રાફી એક્ટમાં સુધારો; હવે ફિલ્મ પાયરેસીને ગંભીર ગુનો ગણાશે

ફિલ્મને રેકોર્ડ કરી ગેરકાયદેસર કારોબારનહિ કરી શકાય :ત્રણ વર્ષની સજા અને 10 લાખના દંડની જોગવાઈ

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર દ્વારા ફિલ્મ પાયરેસી એક્ટમાં ફેરફાર કરી બોલીવુડને મોટી રાહત અપાઈ છે સરકાર દ્વારા સિનેમૈટોગ્રાફ એક્ટમાં સુધારો કરાયો છે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના નિયામક સિતાંશુ કર દ્વારા ટ્વીટર ઉપર માહિતી આપતા જણાવ્યું કે, કેબિનેટ દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર હવે ફિલ્મ પાયરેસીને ગંભીર ગુનો ગણવામાં આવશે.

   સિનેમૈટોગ્રાફ એક્ટ 1957માં એક સંશોધન ઉમેરતા નિર્માતાની લેખિત સંમતી વિના કોઈપણ ફિલ્મનું રેકોર્ડીંગ કરવું તે કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવશે. આ અન્વયે, જે તે વ્યક્તિનો અપરાધ પુરવાર થયેથી ગુનેગારને 3 વર્ષની કેદ અને રૂ. 10 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદાની ઝપટમાં એ સૌ લોકો આવી જશે જેઓ ફિલ્મને રેકોર્ડ કરી ગેરકાયદેસર કારોબાર પૂરજોશમાં ચલાવે છે.

(12:51 am IST)