Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

કોંગ્રેસનું મોટું એલાન : 2019માં કોંગ્રેસની સરકાર આવશે તો ટ્રીપલ તલાક કાયદાને હટાવી દઈશું

દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના લઘુમતિ અધિવેશમાં ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસની અધ્યક્ષ સુષ્મિતા દેની જાહેરાત

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટી જાહેરાત કરતા સત્તામાં આવવા પર તીન તલાક કાયદો ખતમ કરવાની વાત કરી છે. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના લઘુમતિ અધિવેશન દરમિયાન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં સિલચરના સાંસદ અને ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસની અધ્યક્ષ સુષ્મિતા દેબ તરફથી આ એલાન કરવામાં આવ્યુ છે.

   સુસ્મિતા દેબે કહ્યું કે, હું તમને વચન આપું છું કે, કોંગ્રેસની સરકાર આવશે 2019માં અને અમે આ ટ્રીપલ તલાક કાનુનને હટાવી દઈશું. આ તમને લોકોને વચન છે. લઘુમતિઓ વચ્ચે પાર્ટીની સ્થિતી મજબૂત કરવા માટેના હેતુથી ગુરુવારે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિવેશનમાં મુખ્ય મહેમાન તરીકે આવેલા રાહુલ ગાંધીએ આ દરમિયાન વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું વડાપ્રધાનનો ચહેરો ધ્યાનથી જોશો તો તમને ગભરાહટ દેખાશે.

(8:20 pm IST)