Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

'બેસ્ટ બંગાળ' બનવા તરફ અગ્રેસર છે વેસ્ટ બંગાળ - મુકેશ અંબાણી

મમતા બેનર્જીએ જણાવ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ઉદ્યોગપતિઓના સમૂહનું પ્રતિનિધિત્વ કરશે

કોલકત્તા તા. ૭ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કોલકાતમાં ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે કોલકાતા આશાઓનું શહેર છે. અને મમતા બેનર્જીના નેતૃત્વમાં બંગાળ વેસ્ટ બંગાળથી બેસ્ટ બંગાળ બનવા તરફ અગ્રેસર છે.

ગયા વર્ષે મેં આ સમિટમાં કહ્યું હતું કે વેસ્ટ બંગાળ બેસ્ટ બંગાળ બનવા તરફ અગ્રેસર છે. આજે તે વાત હકિકત બનતી નજરે પડી રહી છે. તેના માટે હું મમતા બેનર્જીને શુભેચ્છાઓ આપું છું જેમના નેતૃત્વમાં રાજય પ્રગતિના પથ પર આગળ વધી રહ્યો છે.

બંગાળનો વિકાસ હકિકતમાં પૂર્વ ભારતના વિકાસનું નેતૃત્વ કરી રહ્યો છે. અમારો પ્રયાસ છે કે આ વર્ષના અંત સુધી પશ્ચિમ બંગાળન દરેક નાગરિકની પાસે જિયો હોય. જિયો નેટવર્ક ઝડપથી આગળ વધી રહ્યું છે.

 ઉલ્લેખનીય છે કે, ૩૬ દેશો બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. બંગાળમાં આ પાંચમી બિઝનેસ સમિટ છે. બુધવારે રાજયના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ઉદ્યોગપતિઓના સમૂહની પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત કિશોર બિયાની, સંજીવ ગોયન્કા જેવા ઉદ્યોગપતિઓ પણ સમિટમાં સામેલ થશે.(૨૧.૩૩)

(3:18 pm IST)