Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મની લોન્ડ્રીંગ કેસ

રોબર્ટ વાડ્રાની આજે પણ પૂછપરછ મોટા ધડાકા - ભડાકા થવાના એંધાણ

ગઇકાલે સાડા પાંચ કલાક પૂછપરછ બાદ આજે સવારે પણ બે કલાક છુટયા સવાલોના તીર

નવી દિલ્હી તા. ૭ : લંડનમાં કથિત રીતે ગેરકાયદેસર સંપત્તિ ધરાવવાના મુદ્દે મની લોન્ડરિંગ સંલગ્ન એક મામલામાં ઈડી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની આજે ફરીથી એકવાર પૂછપરછ કરી. વાડ્રાના વકીલ ઈડીની ઓફિસ પહોંચી ગયા હતાં. અત્રે જણાવવાનું કે મની લોન્ડરિંગના આ મામલામાં બુધવારે રોબર્ટ વાડ્રાની લગભગ સાડા પાંચ કલાક સુધી પૂછપરછ થઈ હતી. સૂત્રોના જણાવ્યાં અનુસાર જોઈન્ટ ડાઈરેકટર અને ૨ ડેપ્યુટી ડાઈરેકટરોના નેતૃત્વમાં ટીમે વાડ્રાની પૂછપરછ કરી હતી. આ બાજુ ઈડીએ રોબર્ટ વાડ્રાને ૧૨ ફેબ્રુઆરીના રોજ જયપુર સ્થિત તેમની ઓફિસમાં હાજર થવાનું પણ કહ્યું છે.ઙ્ગસૂત્રોના જણાવ્યા મુજબ વાડ્રાની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થવાની શકયતા રહેલી છે.

વાડ્રા અને તેમની કંપની દ્વારા જે બેનામી સંપત્ત્િ। મામલે સંદિગ્ધ લેવડદેવડ થઈ છે તે અંગે ઈડીને મહત્વના દસ્તાવેજો મળી આવ્યાં છે. આ દસ્તાવેજોને લઈને આજે રોબર્ટ વાડ્રાની પૂછપરછ થઈ શકે છે. આ દસ્તાવેજોમાં આર્મ્સ ડીલર સંજય ભંડારીના સંબંધી સુમિત ચડ્ઢાના એક શંકાસ્પદ ઈમેઈલનો પણ ઉલ્લેખ છે. આ મેઈલ કેટલીક શંકાસ્પદ લેણદેણ સાથે સંલગ્ન છે. આ લેણદેણ લંડનની પ્રોપર્ટી સંબંધે હતી. વાડ્રા દ્વારા પ્રોપર્ટીમાં થનારા કામનો પણ આ દસ્તાવેજમાં ઉલ્લેખ છે. આ અગાઉ શહેરની એક કોર્ટે થોડા દિવસ પહેલા જ વાડ્રાને તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનું કહ્યું હતું. પૂછપરછ બાદ તેમના વકીલ સુમન જયોતિ ખેતાને જણાવ્યું હતું કે વાડ્રાએ ઈડીના તમામ સવાલોના જવાબ ઙ્ગઆપવા જોઈએ. ખેતાને મીડિયાકર્મીઓને કહ્યું કે 'તેમના વિરુદ્ઘ બધા ખોટા આરોપ લગાવ્યાં છે. અમે તપાસ એજન્સીની સાથે સો ટકા સહયોગ કરીશું.'

મીડિયાકર્મીઓની ભીડ વચ્ચેથી થઈને વાડ્રા ગઈકાલે લગભગ ૩.૪૭ કલાકે ઈડીની ઓફિસમાં દાખલ થયા હતાં. તેમના વકીલની એક ટીમ પહેલેથી ત્યાં પહોંચી ગઈ હતી. પૂછપરછ માટે જતા પહેલા તેમણે હાજરી રજિસ્ટરમાં સહી કરી હતી. વાડ્રાએ ગેરકાયદેસર સંપત્ત્િ। સંબંધિત આરોપોથી ઈન્કાર કર્યો છે અને આરોપ લગાવ્યો કે રાજકીય હીત સાધવા માટે તેમને 'હેરાન' કરવામાં આવી રહ્યાં છે

અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ ૩ ઈડી અધિકારીઓની એક ટીમે વાડ્રાને લંડનની કેટલીક સંપત્તિની લેવડદેવડ, ખરીદી અને કબ્જાને લઈને એક ડઝનથી વધુ સવાલો પૂછ્યાં હતાં અને તેમનું નિવેદન પીએમએલએ હેઠળ નોંધવામાં આવ્યું. કહેવાય છે કે વાડ્રાની લંડનની એક સંપત્તિન બ્યુટીફિકેશન સંબંધે એજન્સીઓ દ્વારા મેળવાયેલા ખાસ ઈમેઈલના મામલે ફરાર અને વિવાદાસ્પદ રક્ષા ડીલર સંજય ભંડારી અને તેમના સંબંધી સુમિત ચઢ્ઢા સાથેના તેમના સંબંધો અંગે પણ પૂછપરછ કરાઈ હતી.ઙ્ગ

આ મામલો લંડનમાં ૧૨ બ્રાયનસ્ટન સ્કવેયર પર ૧૯ લાખ પાઉન્ડ (જીબીપી)ની સંપત્ત્િ।ની ખરીદમાં કથિત રીતે મની લોન્ડરિંગના આરોપ સંબંધિત છે. આ સંપત્ત્િ। કથિત રીતે રોબર્ટ વાડ્રાની છે. આ તપાસ એજન્સીએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે તેને લંડનની અનેક નવી સંપત્ત્િ।ઓ અંગે સૂચના મળી છે જે વાડ્રાની છે. તેમા પચાસ અને ચાલીસ લાખના બે ઘર અને છ ફલેટ તથા અન્ય સંપત્તિઓ પણ છે.(૨૧.૨૯)

 

(2:49 pm IST)