Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ડ્રાંઇવિંગ લાયસન્સને હવે આધાર સાથે લિઁક કરવું પડશે

-નકલી લાયસન્સ પર અંકુશ લગાવવા લેવાશે નિર્ણય ; સારથી-4 સોફ્ટવેર પર ડેવલપ કરાઈ છે

 

નવી દિલ્હી:હવે ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે લિંક કરાવવું પડશે નકલી લાઈસન્સો પર અંકુશ લગાવવા માટે કેન્દ્ર સરકાર નિર્ણય લેવાશે માટે એક સોફ્ટવેર પણ ડેવલપ કરાઈ રહયું છે જેના દ્વારા ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે લિંક કરાશે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપવામાં આવી હતી

  માર્ગ સુરક્ષા પર કોર્ટ દ્વારા બનાવાયેલી એક કમિટીએ સુપ્રીમ કોર્ટના જજો જસ્ટિસ મદન બી, લોકુર અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેંચે જાણકારી આપી હતી કમિટીને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કે એસ રાધાકૃષ્ણને નિયુક્ત કરી હતી. ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે જોડવાની વાતની પુષ્ટિ માટે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી પાસેથી મળેલી જાણકારીનો હવાલો આપવામાં આવ્યો છે.

  કમિટીએ સુપ્રીમ કોર્ટની સામે દાખલ રિપોર્ટમાં જણાવ્યું કેગત વર્ષે 28 નવેમ્બરે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી સાથે મુલાકાત કરી હતી જેમાં નકલી લાઈસન્સ પર લગામ લગાવવા સહિત ઘણા મુદ્દા પર ચર્ચા થઈ હતી  રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘નકલી લાઈસન્સના મુદ્દા પર જોઈન્ટ સેક્રેટરીએ અમને જણાવ્યું કે, મંત્રાલય નેશનલ ઈન્ફર્મેશન સેન્ટર (NIC)ની સાથે મળીને એક સોફ્ટવેર તૈયાર કરી રહ્યું છે. સોફ્ટવેરનું નામ સારથી-4 છે. તેના દ્વારા ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે જોડવામાં આવશે.’

   રિપોર્ટમાં કહેવાયું છે કે, સારથી-4 સોફ્ટવેરથી રીયલ ટાઈમ બેઝિસ પર બધા રાજ્યોને જોડવામાં આવશે, તે પછી દેશમાં ક્યાંય પણ નકલી કે ડુપ્લિકેટ લાઈસન્સ લેવું શક્ય નહીં બને

(11:52 pm IST)
  • ઇમ્ફાલમાં આસામ રાઇફલ્સના કેમ્પ ઉપર ત્રાસવાદીઓ ત્રાટકયાઃ ૧૧ જવાનો ઘાયલ : મણીપુરની રાજધાની ઇમ્ફાલમાં તૈનાત આસામ રાઇફલ્સના ટ્રાન્ઝીટ કેમ્પમાં આજે સવારે એક પછી એક બે વિસ્ફોટો થયા, જેમાં ૧૧ જવાનો ઘવાયા છે. ઉગ્રવાદિઓએ પ્રશ્ચિમ ઇમ્ફાલમાં ખુમાન લંપક મુખ્ય સ્ટેડિયમ પાસે આ વિસ્ફોટો થયેલ. કોઇ આતંકી જુથોએ હજુ સુધી હુમલાની જવાબદારી મળી નથી. access_time 3:47 pm IST

  • જશોદાબેનને રાજસ્થાનમાં અકસ્માતઃ રાજસ્થાનના કોટા હાઇવે ઉપર અકસ્માતઃ ડ્રાઇવરનું મોતઃ લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે બની ઘટનાઃ માથામાં ઇજાઃ હોસ્પિટલમાં સારવાર ચાલું access_time 3:16 pm IST

  • ફિલીપાન્સ સરકારે તસ્કરી કરી લાવેલ લકઝરી કારનો કૂરચો બોલાવ્યો : ફિલીપાન્સમાં રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટર્ટેની સરકરે કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરેલ બે ડઝનથી વધુ પોર્શા, મર્સિડીઝ, જગુઆર જેવી સ્પોર્ટસ અને લકઝરી કારને કચડાવી નાખી : સામાન્ય રીતે સરકાર જપ્ત કરેલી કારની નક્કિ કરેલ પ્રક્રિયા અનુસાર નિલામી કરે છે : ગયા વર્ષે ફિલીપાન્સ સરકારે રૂ.૧૮ કરોડની કિંમતના વાહનો જપ્ત કર્યા હતા access_time 3:31 pm IST