Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

માલદીવની કટોકટીભરી સ્થિતિનો લાભ ઉઠાવવા ચીન સાબદુ : કાયમી લશ્કરી થાણુ ઉભુ કરી દેવા તમામ પ્રયાસો માલદીવના હાલના રાષ્ટ્રપતિ યામીન ચીનના જબરા પ્રભાવમાં : ભારત ચિંતિત

સરકારના દબાણમાં આવી સુપ્રિમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ અને વિપક્ષી નેતાઓને છોડી મૂકવાના પોતાના જ આદેશો પાછા ખેંચી લીધા છે : સરકાર ઉપર હવે આ તમામને છોડી મૂકવાની કોઈ જ પાબંદી રહેશે નહિં : માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને જાહેર કર્યુ કે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ (જેની ધરપકડ થઈ છે) અને બીજા એક જજ ભ્રષ્ટાચારમાં સંડોવાયા છે એટલે મારે આ પગલુ (દેશમાં કટોકટી નાખવાનુ) લેવું પડ્યુ છે તેમણે આરોપ મૂકયો કે, અદાલતનો આદેશ નહિં માનવાના કારણે આ લોકો તેના (રાષ્ટ્રપતિ) વિરૂદ્ધ મહાભિયોગ સહિતની  સાજીસો દ્વારા સત્તાપલ્ટો કરવાની તૈયારીમાં હતા : ધરપકડ થયેલા પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારત પાસે લશ્કરી સહાય અને અમેરીકા પાસે આર્થિક પ્રતિબંધો લાદવા માગણી કરી છે.

ભારતે સીધેસીધી દરમિયાનગીરી કરવાને બદલે સતત માલદીવના બનાવો ઉપર નજર રાખવાનું અને આકસ્મિક સ્થિતિ સર્જાય તો નિપટવા લશ્કર ખડેપગે રાખવાનુ નક્કી કર્યુ છે.

માલદીવના હાલના રાષ્ટ્રપતિ યામીન ચીનના જબરા પ્રભાવમાં છે અને આ જે કાંઈ બની રહ્યુ છે તેને ચીનની એક ચાલ માનવામાં આવી રહ્યુ છે, જેના દ્વારા ચીન માલદીવમાં કોઈપણ ભોગે લશ્કરી થાણુ ઉભુ કરરવા માગતુ હોય તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે.

(12:32 pm IST)