Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઓમીક્રોનના વધતા કહેર વચ્ચે નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપની કાલે બેઠક

એડિશનલ ડોઝ અને બાળકોની વેક્સિન પર લેવાઈ શકે મોટો નિર્ણય

નવી દિલ્હી : કાલે એટલે કે 6 ડિસેમ્બરે કેન્દ્ર સરકાર હેઠળની વેક્સિનેશન પરની નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપની બેઠક મળવાની છે જેમાં આ મુદ્દે મોટો નિર્ણય લેવાઈ શકે છે.  સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં વેક્સિન લેનાર પણ નબળી રોગપ્રતિકાર શક્તિ ધરાવનાર લોકોને કોરોનાના એડિશનલ ડોઝ આપવાની વિચારણા થઈ શકે છે. વેક્સિનનો એડિશનલ ડોઝ બૂસ્ટર ડોઝથી અલગ છે.

વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ જો કોઈ વ્યક્તિની રોગપ્રતિકાર શક્તિમાં ઘટાડો થયો છે તેવું સામે તો તેવા વ્યક્તિને બૂસ્ટર ડોઝ અપાતો હોય છે. જ્યારે પહેલા વેક્સિનના બન્ને ડોઝ કોઈ વ્યક્તિને રોગ પ્રતિકાર શક્તિ પૂરી ન પાડે તેવા કિસ્સામાં એડિશનલ ડોઝ અપાતો હોય છે.  

રાજસ્થાનમાં એક જ પરિવારના 9 સભ્યોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ પરિવાર 25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી દુબઈ અને મુંબઈ થઈને જયપુર આવ્યો હતો. તેમનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. તેમના સેમ્પલને જીનોમ સિકન્વસિંગ માટે મોકલી દેવાયા છે. આ પરિવારના તમામ સભ્યોને રાજસ્થાન સ્વાસ્થ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં દાખલ કરાયો છે. તેમના સંપર્કમાં આવેલા 5 લોકોનો ટેસ્ટ પણ ઓમિક્રોન પોઝિટીવ આવ્યો છે. 

રાજસ્થાન પહેલા રવિવારે મહારાષ્ટ્રમાંથી પણ ઓમિક્રોનના 7 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસની સંખ્યા 8 થઈ છે. જેમાં પિંપરીમાં વધુ 6 અને પુણેમાં વધુ 1 કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે. જ્યારે સમગ્ર દેશમાં 21 કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જ જોવા મળી હતી.

(12:00 am IST)