Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

૧૦ મહિનામાં ૧૬પ થી વધારે આતંકીઓ ઠાર થયાઃ છતા કાશ્‍મીરમા આતંકી બનવાનું આકર્ષણ યથાવત

જમ્‍મુઃ જમ્‍મુ-કાશ્‍મીરમાં ૧૦ મહિનામાં ૧૬પ થી વધારે આતંકી માર્યા ગયા. ગયા વર્ષે ૧ર મહિનામાં આ સંખ્‍યા ર૭૦ હતી, અત્‍યાર સુધીમાં પપ નાગરિક પણ માર્યા ગયા અને ૧૦૬ સુરક્ષા કર્મી.ઓ પણ, રાજયમાં ૩૦ વર્ષથી ફેલાયેલ આતંકવાદમાં મરનારા નાગરિકો અને સુરક્ષાબળોનો આંકડો આ વર્ષે વધ્‍યો છે. આતંકીઓના મોત છતા પણ આતંકી બનવાનું આકર્ષણ યથાવત છે.

                રાજયમાં વર્ષ ર૦૧૯ માં આતંકીઓ પર જ નહી પણ સુરક્ષા કર્મીઓને માટે પણ ભારે રહ્યું રાજયમાં આતંકવાદની પકડ કમજોર કરવા સેના અને સુરક્ષાબળોએ પોતાની શકિત ઘૂષણખોરી કરી રહેલ આતંકીઓ પર કેન્‍દ્રીત કરી જેને લઇ ફકત એલઓસીમા જ ઘૂષણખોરી થઇ.

                  ચાલુ વર્ષમાં સેના અને સુરક્ષાબળો ના હાથે માર્યા ગયેલા ૧પ૦ થી વધારે આતંકીઓમાં વધારે આતંકી કમાન્‍ડર સામેલ છે. આ વર્ષે અત્‍યાર સુધીની આતંકી  ઘટનાઓમાં માર્યા ગયેલ કુલ ૩રપ માથી ૧૬પ આતંકી, ૧૦પ સુરક્ષાબળો અને પપ નાગરિકો સામેલ છે.

                  પાકિસ્‍તાનએ વર્ષના બીજા અઠવાડિયામાં આતંકીઓની ઘૂષણખોરી કરવાની પુરી કોશિષ કરી અને સેના અને સુરક્ષાબળોએ તેનો પુરો ફાયદો ઉઠાવતા વધારે આતંકીઓને કમજો કર્યા. ૧૦ મહિનામાં માર્યા ગયેલ ૧૬પ આતંકીઓમાંથી પહેલા ૬ મહિનામા ૧ર૪ માર્યા ગયા. ૩૭ આતંકીઓ ઘૂષણખોરીમાં સફળ રહ્યા.

                    આ કામયાબીના લેખાજોખા છતા સુરક્ષા સુરક્ષા કર્મીઓના માથા પર ચિંતા છવાયેલી છે. આ ચિંતા આતંકી બનવાનું આકર્ષણ યથાવત ચાલુ રહેવાનું કારણ છે.

(10:12 pm IST)